The Great Indian Kapil Show : પૂર્ણ થયો કોમેડી કિંગ કપિલ શર્માનો ક્રેઝ? ન ચાલ્યો બોલિવુડ સ્ટારનો જાદુ

|

Sep 27, 2024 | 4:33 PM

નેટફ્લિકસ મુજબ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો 2ના પહેલા એપિસોડને 1.2 મિલિયન વ્યુ મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, ગત્ત વર્ષે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની પ્રથમ સીઝન શરુ થઈ હતી

The Great Indian Kapil Show : પૂર્ણ થયો કોમેડી કિંગ કપિલ શર્માનો ક્રેઝ? ન ચાલ્યો બોલિવુડ સ્ટારનો જાદુ

Follow us on

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની બીજી સીઝનનો પહેલો એપિસોડ નેટફ્લિકસ પર સ્ટ્રીમ થવાની તૈયારીમાં છે. આ એપિસોડમાં આલિયા ભટ્ટ, કરણ જોહર પોતાની ફિલ્મ જિગરાને પ્રમોટ કરવા આવ્યા હતા. આ એપિસોડનો ખુબ ઓછા વ્યુ મળ્યા છે. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો 2ની જાહેરાત થઈ ચૂકી છે. પહેલા એપિસોડમાં આલિયા ભટ્ટ, કરણ જોહર અને વેંદાગ રૈના જોવા મળ્યા હતા. બીજા એપિસોડમાં દેવરાની સ્ટાર કાસ્ટ સૈફ અલી ખાન, જાહ્નવી કપૂર અને જૂનિયર એનટીઆર પણ જોવા મળ્યા હતા.તમને જણાવી દઈએ કે, ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો નેટફ્લિક્સ પર ટોપ 10 નોન ઈગ્લિશ ટીવી શોની લિસ્ટમાં આઠમાં નંબર પર છે.

રણબીર અને નીતુના એક એપિસોડને આટલા વ્યુ મળ્યા

નેટફ્લિકસ મુજબ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો 2ના પહેલા એપિસોડને 1.2 મિલિયન વ્યુ મળ્યા હતા.તમને જણાવી દઈએ કે, ગત્ત વર્ષે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની પ્રથમ સીઝન શરુ થઈ હતી અને શોમાં નીતુ કપુરની સાથે રણબીર કપુર આવ્યો હતો. તે સમયે એક એપિસોડને 2.4 મિલિયન વ્યુઅરશિપ મળી હતી. તેનો મતલબ એ છે કે, શોના વ્યુ ત્યારથી લઈ અત્યારસુધી 50 ટકાનો ઘટાડો આવ્યો છે.

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?
12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર
Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો
ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?
40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !

 

 

જાણો કઈ રીતે ઘટી રહી છે વ્યુઅરશિપ

પહેલી સીઝનના રોજ જ્યારે પહેલો એપિસોડ આવ્યો. ત્યારે શોની ટોપ 10 નોન-ઈગ્લિશ ટીવી શોની લિસ્ટમાં ત્રીજા નંબર પર આવી હતી. બીજા એપિસોડ સુધી શોની વ્યુઅરશિપ ઘટી અને શો પાંચમા સ્થાને પહોંચ્યો હતો. ત્રીજા એપિસોડમાં પરિણીતી ચોપરા અને ઈમ્તિયાઝ અલી આવ્યા હતા. પરંતુ તેમ છતાં કાંઈ ખાસ જાદુ જોવા મળ્યો ન હતો. અને શો 1.7 મિલિયન વ્યુઝની સાથે સાતમાં નંબર પર પહોંચ્યો હતો.હવે શો આઠમાં સ્થાન પર છે.

જિગરા અને દેવરાની ટીમ બાદ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો 2માં ભૂલ ભૂલૈયા 3ની ટીમ ફૈબુલસ લાઈવ્સ ઓફ બોલિવુડ વાઈવ્સની ટીમ અને ઈન્ડિયન ક્રિકેટ ટીમ આવી હતી.

Next Article