The Kapil Sharma Show ના કલાકારોની પહેલી ક્રિએટિવ મીટિંગ, જાણો ટીવી પર ક્યારે આવશે સૌથી મોટો કોમેડી શો ?

|

Jun 16, 2021 | 10:24 PM

The Kapil Sharma Show: ટીવીની સૌથી મોટી કોમેડી સિરીઝ ધ કપિલ શર્મા શો બંધ થવાને કારણે કપિલ અને તેના કોસ્ટર્સના ચાહકો નિરાશ થયા છે તેમના માટે એક સારા સમાચાર છે.

The Kapil Sharma Show ના કલાકારોની પહેલી ક્રિએટિવ મીટિંગ, જાણો ટીવી પર ક્યારે આવશે સૌથી મોટો કોમેડી શો ?
Bharti-Krushna and Kiku Sharda

Follow us on

ટીવીની સૌથી મોટી કોમેડી સિરીઝ ધ કપિલ શર્મા શો બંધ થવાને કારણે કપિલ અને તેમના કોસ્ટર્સના ચાહકો નિરાશ થયા છે તેમના માટે એક સારા સમાચાર છે. શો સાથે સંકળાયેલા કલાકારોએ પહેલી ક્રિએટિવ મીટિંગ કરી છે. જે અંગે લાફ્ટર ક્વીન ભારતી સિંહે એક પોસ્ટ કરીને માહિતી આપી છે. આ પોસ્ટમાં ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક અને કિકુ શારદા જોઇ શકાય છે. પહેલા ભારતી સાથે કૃષ્ણા જોવા મળે છે અને પછી કિકુ શારદા સાથે.

પોસ્ટમાં ભારતીએ નીચે લખ્યું છે We Back, Good News. આ સિવાય તેમણે કૃષ્ણા, કિકુ શારદા અને #TKSSને પણ ટેગ કર્યા છે. જોકે આ મીટિંગમાં કપિલ શર્મા ન હતા, અને ન તો તેમના તરફથી અત્યારે આ બાબત અંગે કોઈ માહિતી આપવામાં આવી છે. કપિલ શર્માનો આ શો સોની ટીવી પર પ્રસારિત થતો હતો. ફેબ્રુઆરી 2021 માં આ શો બંધ થયો છે. કપિલે આ અંગે માહિતી આપી હતી કે તે તેમના બાળકો સાથે થોડોક સમય વિતાવવા માંગે છે, તેથી તે આ શોમાંથી બ્રેક લઈ રહ્યા છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પરંતુ સૂત્રોએ એવી પણ માહિતી આપી હતી કે શોની ઓછી ટીઆરપી અને વારંવાર એક જેવું કંટેન્ટ રિપીટ હોવાને કારણે અને કોરોના પછી ફિલ્મ્સ રિલીઝ ન થવાના કારણે શો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અહેવાલો એવો પણ આવ્યા હતો કે કપિલ શર્માને કોઈ વેબસીરીઝનું શૂટિંગ કરવાનું હતું, જેના કારણે તેમને રજા પણ જોઈતી હતી. કપિલનો એક શો પણ નેટફ્લિક્સ પર આવવાનો છે. જે અંગે કપિલે ખુદ એક પોસ્ટ મુકી માહિતી આપી હતી.

ઘણા શો છે લાઇનમાં

કપિલ શર્માની ટીમ તરફથી ઘણી વાર સાંભળવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં તે પોતાના શો સાથે દર્શકોને મળવા આવી રહ્યો છે. પરંતુ જો અમારા સૂત્રોની વાત માની લેવામાં આવે તો દર્શકોને તેમના આ પ્રિય શો માટે હજી કેટલાક મહિના રાહ જોવી પડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કપિલનો શો ઇન્ડિયન આઇડલને રિપ્લેસ કરી શકે છે, પરંતુ ઇન્ડિયન આઇડલ 12 પછી, સોનીનો ધમાકેદાર શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પ્રસારિત થશે.

ચેનલ પાસે ટાઈમ સ્લોટ નથી

કલર્સ ટીવીથી આ શોને હવે સોની ટીવી પર શિફ્ટ કરવામાં આવ્યો છે. અને સુપર ડાન્સરને મલાઈકા અરોરાનો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર રિપ્લેસ કરવાના છે. આવી સ્થિતિમાં, વીકએન્ડમાં કપિલ શર્મા શો માટે ચેનલ પાસે ટાઇમ સ્લોટ હોય તેવું લાગતું નથી.

Next Article