સાઉથના આ સુપરસ્ટારની WAR 2 માં એન્ટ્રી, રિતિક સામેના આ વિલનનું નામ જાણીને તમે પણ થઇ જશો ખુશ

|

Mar 12, 2021 | 2:36 PM

રિતિક અને ટાઈગરની ફિલ્મ War ને ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત થઇ હતી. મળેલી માહિતી અનુસાર War 2 ની તૈયારીઓ ચાલુ રહી છે. અહેવાલ અનુસાર આ ફિલ્મમાં એક સાઉથ સુપરસ્ટાર વિલનના રોલમાં જોવા મળશે.

સાઉથના આ સુપરસ્ટારની WAR 2 માં એન્ટ્રી, રિતિક સામેના આ વિલનનું નામ જાણીને તમે પણ થઇ જશો ખુશ
WAR 2માં પ્રભાસ

Follow us on

વર્ષ 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ વોરે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા, તે વર્ષના બોક્સ ઓફીસના બધા રેકોર્ડ આ ફિલ્મે તોડી નાખ્યા હતા. ટાઇગર શ્રોફ અને રિતિક રોશન આ ફિલ્મમાં પહેલીવાર એક સાથે જોવા મળ્યા હતા. એક્શનથી ભરપૂર આ ફિલ્મ દરેકને ખૂબ પસંદ આવી હતી. હવે વોર 2 ને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રથમ ભાગ કરતા વોર 2 વધુ દમદાર થશે. જેને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

વોર 2માં પ્રભાસની એન્ટ્રી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વોરના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ વિશે એવા અહેવાલો છે કે તેમને રિતિક રોશન અને પ્રભાસ (Prabhas) ને એક એક્શન ફિલ્મમાં સાથે લાવવાનો નિર્ણય લીધો છે. બોલિવૂડ લાઇફના એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મ વોર 2 હશે અને તે અગાઉની ફિલ્મ કરતા વધારે ભવ્ય બનાવવામાં આવશે.

પ્રભાસ બનશે વિલન

જણાવી દઈએ કે ટાઇગર શ્રોફનું પાત્ર, જે વોરમાં વિલનની ભૂમિકામાં હતું તેનું પ્રથમ પાર્ટમાં અવસાન થયું હતું. આવી સ્થિતિમાં હવે આ ફિલ્મમાં એક મજબૂત વિલનની જરૂર છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મમાં પ્રભાસ જોરદાર વિલનની ભૂમિકામાં જોવા મળી શકે છે. જણાવી દઈએ કે જો આ થશે તો હેલીવાર પ્રભાસ અને રિતિક એક ફિલ્મમાં સાથે જોવા મળશે.

સિદ્ધાર્થની કરિયરની સૌથી મોટી ફિલ્મ

બોલિવૂડ લાઇફના એક સૂત્ર અનુસાર સિદ્ધાર્થ આનંદ હાલમાં પ્રભાસ સાથે એક ફિલ્મ માટે ચર્ચામાં છે, જે તેની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ છે. સિદ્ધાર્થ આનંદ અને પ્રભાસ વચ્ચે ઘણી બેઠક થઈ છે. પ્રભાસને સિદ્ધાર્થનો આઈડિયા ગમ્યો છે અને તેણે ડિરેક્ટરને બાઉન્ડ સ્ક્રિપ્ટ સાથે પાછા આવવાનું કહ્યું છે.

પ્રભાસ અને રિતિકના પ્રોજેક્ટ્સ

નોંધપાત્ર વાત એ છે કે પ્રભાસ અને રિતિક બંને સિનેમાના મોટા નામ છે. એક તરફ રિતિક રોશન ટૂંક સમયમાં દીપિકા પાદુકોણની સાથે ફાઇટરમાં જોવા મળશે, તો બીજી બાજુ પ્રભાસની આગામી ફિલ્મ રાધે-શ્યામ છે. ફિલ્મમાં પ્રભાસ પૂજા હેગડેની સાથે જોવા મળશે. આ સિવાય પ્રભાસ આદિપુરુષ અને સલ્લરમાં પણ જોવા મળશે.

Published On - 2:33 pm, Fri, 12 March 21

Next Article