Thalaivi :ચેન્નઈમાં યોજાશે ‘થલાઇવી’નો શાનદાર ઇવેન્ટ, રિલીઝ કરવામાં આવશે ‘ભરતનાટ્યમ’ ગીત

|

Aug 27, 2021 | 10:13 PM

કંગના રનૌતની ફિલ્મ થલાઇવીનું ગીત ભરતનાટ્યમ રિલીઝ થવાનું છે. આ ગીત રજૂ કરવા માટે એક ભવ્ય કાર્યક્રમ થશે જેમાં કંગના રનૌત પણ સામેલ થશે.

Thalaivi :ચેન્નઈમાં યોજાશે થલાઇવીનો શાનદાર ઇવેન્ટ, રિલીઝ કરવામાં આવશે ભરતનાટ્યમ ગીત
Thalaivi

Follow us on

કંગના રનૌત (Kangana Ranaut) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ થલાઇવી (Thalaivi) રિલીઝ થવાની તૈયારીમાં છે. કંગનાએ આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે અને હવે આ ફિલ્મની રિલીઝ અને પ્રમોશન માટે ખૂબ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં, ફિલ્મનું એક ગીત 4 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહ્યું છે અને તેના માટે એક મોટી ઇવેન્ટ રાખવામાં આવી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ માહિતી આપી હતી.

તરણે ટ્વિટ કર્યું, ‘થલાઇવી ગ્રાન્ડ ઇવેન્ટ ચેન્નાઇમાં 4 સપ્ટેમ્બરે યોજાવા જઇ રહી છે. આ ઇવેન્ટમાં થલાઇવીનું ભરતનાટ્યમ ગીત રિલીઝ કરવામાં આવશે. આ ગીતમાં કંગના રનૌત અને અરવિંદ સ્વામી જોવા મળશે. આ ફિલ્મ 10 સપ્ટેમ્બરે આ વર્ષે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અહીં વાંચો તરણ આદર્શનું ટ્વિટ see taran adarsh tweet here

 

તાજેતરમાં, રિલીઝ ડેટની જાહેરાત કરતી વખતે, કંગનાએ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું હતું, ‘આ આઇકોનિક પર્સનાલીટીને માત્ર મોટા પડદા પર જ જોવું જોઇએ. થલાઇવી માટે રસ્તો બનાવી રાખો કારણ કે તે સિનેમાની દુનિયામાં સુપરસ્ટાર એન્ટ્રી મારવા માટે તૈયાર છે એક વખત ફરીથી. એવી જગ્યા જ્યાં તે ડિઝર્વ કરે છે. થલાઇવી થિયેટર્સમાં 10 સપ્ટેમ્બરના રોજ.

અહીં વાંચો કંગના રનૌતની પોસ્ટ see kangana ranaut post here

 

 


જણાવી દઈએ કે થલાઇવી જે જયલલિતાની બાયોપિક છે જે દેશના સૌથી પ્રભાવશાળી રાજકારણીઓમાંના એક હતા. અપકમિંગ પોલિટિકલ ડ્રામાના તમિલ સંસ્કરણને U પ્રમાણપત્ર મળ્યું છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે જેનું નિર્માણ વિષ્ણુવર્ધન ઇન્દુરી અને શૈલાશ આર સિંહ કરી રહ્યા છે.

વિજયે કર્યું ફિલ્મનું નિર્દેશન

બીજી બાજુ, વિજય ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે અને કે વી વીજેન્દ્ર પ્રસાદે તેની સ્ટોરી લખી છે. ફિલ્મમાં કંગના ઉપરાંત અરવિંદ સ્વામી, મધુ, પ્રકાશ રાજ, જીશુ સેન ગુપ્તા, ભાગ્યશ્રી અને પૂર્ણા પણ મહત્વની ભૂમિકામાં છે.

 

આ પણ વાંચો :- New Song: ‘ભૂત પોલીસ’નું ટાઈટલ ટ્રેક ‘આઈ આઈ ભૂત પોલીસ’ રિલીઝ, જેકલીન સાથે સૈફ અને અર્જુને મચાવ્યો ધમાલ

આ પણ વાંચો :- Randhir Kapoorએ કર્યો ખુલાસો- નિષ્ફળ લગ્નની ભાઈ રાજીવની કારકિર્દી પર પડી હતી અસર, ન બનાવી શક્યા બોલીવુડમાં અલગ ઓળખ

Next Article