
3 મહિનાથી વધારે સમયમાં બાદ બિગ બોસ 19નો ગ્રાન્ડ ફિનાલે 7 ડિસેમ્બરના રોજ જોવા મળશે. સલમાન ખાન બિગ બોસ 19ને હોસ્ટ કરે છે. આ રિયાલિટી શો 24 ઓગ્સ્ટના રોજ શરુ થયો હતો હવે 7 ડિસેમ્બરના રોજ બિગ બોસ 19નો ગ્રાન્ડ ફિનાલે યોજાશે. જેમાં હવે ટોપ 5 સ્પર્ધકો રહ્યો છે. આ 5 સ્પર્ધકોમાંથી કોઈ એક સ્પર્ધક ટ્રોફી અને પ્રાઈઝમની પોતાના નામ કરશે. ભારતમાં સૌથી વધારે જોવાનાર આ રિયાલિટી શો ચાહકો હવે વિજેતાના નામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
બિગ બોસ 19નો ફિનાલે ચાહકો જિયો હોટસ્ટાર એપ પર રાતે 9 કલાકે જોઈ શકે છે. જ્યારે તમે ટીવી પર કલર્સ ચેનલ પર ગ્રાન્ડ ફિનાલે જોઈ શકો છો.હાલમાં અમાલ મલિક અને ગૌરવ ખન્ના વિજેતા માટે મજબુત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પરંતુ આ રિયાલિટી શો છે કાંઈ પણ જોવા મળી શકે છે.
શોના પ્રોડયુસરે ઓફિશિયલ પ્રાઈઝ મની હજુ સુધી કન્ફોર્મ કરી નથી પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ આ સીઝનમાં વિજેતાને 50 લાખની પ્રાઈઝ મની મળી શકે છે. શોની પોપ્યુલારિટી જોઈને કેટલાક સ્ટાર પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા પણ બિગબોસના સેટ પર પહોંચ્યા હતા.
24 ઓગસ્ટના રોજ શો 16 સ્પર્ધકો સાથે શરૂ થયો હતો. બાદમાં, બે વાઇલ્ડ કાર્ડ સ્પર્ધકોએ પણ પ્રવેશ કર્યો. આનો અર્થ એ થયો કે કુલ 18 સ્પર્ધકો ઘરમાં હતા. હવે, 18 માંથી ફક્ત પાંચ જ સ્પર્ધક રહ્યા છે. ગૌરવ, અમલ, ફરહાના, પ્રણીત અને તાન્યા. હવે જોવાનું એ છે કે આ પાંચમાંથી કોણ ટાઇટલ જીતશે.
માલતી ચહર ફિનાલે પહેલા જ શોમાંથી બહાર થઈ ગઈ છે. આ એલિમિનેશન અઠવાડિયાના મધ્યમાં થયેલા એલિમિનેશન ટાસ્ક પછી થયું હતું, અને પ્રણિત મોરે આનાથી ખૂબ જ દુઃખી હતો. માલતી ચહરને ખૂબ ઓછા મત મળ્યા, જેના કારણે તે ટ્રોફીની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.