TV ની ફેવરિટ ‘ગુજ્જુ ગર્લ’ 42 વર્ષની ઉંમરે મમ્મી બની, ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપી ‘ખુશખબરી’

TV ઇંડસ્ટ્રીમાંથી એક ખૂબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. જાણીતી અભિનેત્રી અને ગુજ્જુ ગર્લના ઘરે નાનકડા પુત્રનો જન્મ થયો છે. 42 વર્ષની વયે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુજ્જુ ગર્લ માતા બની છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર થતાં જ ચાહકો અને બોલિવૂડ-ટીવી કલાકારો તરફથી તેમને અભિનંદન મળી રહ્યા છે.

TV ની ફેવરિટ ગુજ્જુ ગર્લ 42 વર્ષની ઉંમરે મમ્મી બની, ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપી ખુશખબરી
| Updated on: Jul 31, 2026 | 12:32 PM

ટીવી (TV) ઇન્ડસ્ટ્રીની મશહૂર એક્ટ્રેસ કરિશ્મા તન્ના (Karishma Tanna) ને લઈને મોટા ખુશખબર સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, 42 વર્ષની ઉંમરે કરિશ્મા તન્ના માતા બની ગઈ છે અને તેણે પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચાર સામે આવતા જ તેના ફેન્સ ખુશીથી ઝૂમી ઊઠ્યા છે.

સોશિયલ મીડિયા પર તેને સતત અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે. બીજી તરફ, કરિશ્મા તન્નાના પરિવારમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ આ નવી સફર માટે એક્ટ્રેસને શુભકામનાઓ આપી રહ્યા છે.

કરિશ્મા તન્નાએ પુત્રને આપ્યો ‘જન્મ’

TV એક્ટ્રેસ કરિશ્મા તન્ના અને તેના પતિ વરુણ બંગેરાના ઘરે ખુશીઓએ દસ્તક આપી છે. ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર બંને પોતાના પ્રથમ બાળકના માતા-પિતા બની ગયા છે. જણાવી દઈએ કે, કરિશ્માએ એક પુત્રને જન્મ આપ્યો છે. આ ખુશખબરને કપલે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે શેર કરી હતી.

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા કરિશ્માએ લખ્યું કે, ‘ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે અમારી સૌથી મોટી ખુશી અમારા જીવનમાં આવી છે. અમારા નાના એવા પુત્ર, તારું અમારી દુનિયામાં સ્વાગત છે.’ જણાવી દઈએ કે, આ જ વર્ષે એપ્રિલમાં કરિશ્મા તન્નાએ પોતાની પ્રથમ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

તેણે પતિ વરુણ બંગેરા સાથે એક સુંદર તસવીર શેર કરીને જણાવ્યું હતું કે, તેમના ઘરે ઓગસ્ટ 2026 માં નાનો મહેમાન આવવાનો છે. હવે પુત્રના જન્મની સાથે તેની આ ખુશી પૂર્ણ થઈ ગઈ છે.

વર્ષ 2022 માં કર્યા ‘લગ્ન’

કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાએ વર્ષ 2021 માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ 5 ફેબ્રુઆરી 2022 ના રોજ મુંબઈમાં બંનેએ લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં એકતા કપૂર, ઋદ્ધિ ડોગરા, અનીતા હસનંદાની સહિત અનેક ટીવી કલાકારો જોવા મળ્યા હતા. કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

‘PM મોદીને લોકો ભગવાન માને છે, સન્માન કરવું જ પડશે’, ‘જનરેશન ગટર’ ટિપ્પણી પર ઘેરાયેલ કંગના રનૌતે આપી ‘સફાઈ’

Published On - 6:50 pm, Wed, 29 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.