Bigg Boss 19 Winner Name : આ સ્પર્ધક હશે બિગ બોસ 19નો વિજેતા! સોશિયલ મીડિયા પર આ નામની થઈ રહી છે ચર્ચા

બિગ બોસ શોમાં હવે 5 સ્પર્ધકો રહ્યા છે અને સોશિયલ મીડિયા પર લોકો દાવો કરી રહ્યા છે કે, આ સ્પર્ધક બિગ બોસ 19નો વિજેતા બની શકે છે. તો ચાલો કોણ છે આ સ્પર્ધક જેને સોશિયલ મીડિયા ચાહકોએ વિજેતા જાહેર કર્યો છે.

Bigg Boss 19 Winner Name : આ સ્પર્ધક હશે બિગ બોસ 19નો વિજેતા! સોશિયલ મીડિયા પર આ નામની થઈ રહી છે ચર્ચા
| Updated on: Dec 04, 2025 | 2:50 PM

બિગ બોસ 19ની 3 મહિનાની રોમાંચક સફર બાદ વિજેતાની જાહેરાત થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ગ્રાન્ડ ફિનાલે 7 ડિસેમ્બરના રોજ હશે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ તે પહેલા સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે, બિગ બોસ 19નો વિજેતા કોણ હશે. ક્યા સ્પર્ધકો ટોપ 3માં સ્થાન બનાવશે.

કોણ બિગ બોસના ઘરમાંથી બહાર થશે

વીકએન્ડના વારમાં પહેલા અશનુર અને ત્યારબાદ શહેબાઝ શોમાંથી બહાર થયા હતા. હવે મિડ વીક એલિમિનેશનમાં માલતી ચહર ઘરમાંથી બહાર થઈ ગઈ છે. હવે બિગ બોસ શોમાં ટોપ 5 સ્પર્ધકો રહ્યા છે. જેમાં ગૌરવ ખન્ના,અમાલ મલિક, તાન્યા મિત્તલ, ફરહાના ભટ્ટ અને પ્રણિત મોરે છે. જેમાંથી કોણ બિગ બોસના ઘરમાંથી બહાર થશે અને કયા સ્પર્ધકો ટોપ 3માં સ્થાન બનાવશે.સોશિયલ મીડિયા પર ગૌરવ ખન્નાને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ફરહાના ભટ્ટ સેકન્ડ રનર અપ રહેશે. ત્રીજા સ્થાને અમાલ મલિક આવશે.સોશિયલ મીડિયા પેજ પ્રણિત મોરેને વિજેતા કહી રહ્યા છે.

 

 

 

માલતી આઉટ

માલતી ચહરને તાજેતરમાં જ બિગ બોસમાંથી મિડ એવિએક્શનમાં બહાર થશે. ઓછા વોટ્સને કારણે, તેને ફિનાલે પહેલા જ શો છોડી દેવો પડ્યો હતો. માલતીના બહાર નીકળવાથી, આ પાંચ સ્પર્ધકો હવે ટ્રોફી જીતવાની રેસમાં છે.

બિગ બોસ 19ની રેસમાં ટોપ 5 સ્પર્ધકો

  1. ગૌરવ ખન્ના
  2. પ્રણિત મોરે
  3. અમાલ મલિક
  4. તાન્યા મિત્તલ
  5. ફરહાના ભટ્ટ

7 ડિસેમ્બરે જોવા મળશે કે આ પાંચ સ્પર્ધકોમાંથી કોણ ‘બિગ બોસ 19’ ટ્રોફી ઉપાડશે.

 

બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે,  અહી ક્લિક કરો