‘ધ કપિલ શર્મા શો’ શરુ, જાણો તમે આ કોમેડી સિરીઝ ક્યારે અને ક્યાં જોઈ શકો છો

|

Sep 11, 2022 | 12:21 PM

કપિલ શર્મા એક બ્રેક લઈને ખૂબ જ ધામધૂમથી ટીવી પર કમબેક કરી રહ્યો છે. તો ચાલો એક નજર કરીએ કે તેઓ આજથી શરૂ થતા ચાહકોનો આ પ્રિય શો ક્યારે અને ક્યાં જોઈ શકે છે.

ધ કપિલ શર્મા શો શરુ, જાણો તમે આ કોમેડી સિરીઝ ક્યારે અને ક્યાં જોઈ શકો છો
'ધ કપિલ શર્મા શો' શરુ, જાણો તમે આ કોમેડી સિરીઝ ક્યારે અને ક્યાં જોઈ શકો છો
Image Credit source: Twitter

Follow us on

Kapil Sharma : કોમેડી કિંગ કપિલ શર્મા (Kapil Sharma)નો નવો લુક અને શોનો નવો અંદાજ ઈન્સ્ટાગ્રામ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. કોમેડિયને કોમેડી શો ધ કપિલ શર્મા શોની સાથે ટીવી પર પરત ફરી રહ્યો છે. અર્ચના પુરન સિંહ અને કપિલ શર્મા નવી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. તેની સાથે કૃષ્ણા અભિષેક અને ચંદન પ્રભાકર આ સીઝનમાંથી બહાર છે. તમને જણાવી દઈએ કે, કપિલ શર્મા શોએ એપ્રિલ 2016માં સોની ટીવી પર શરુઆત કરી હતી. શરુઆતથી અત્યાર સુધી આ શો ટીઆરપી (TRP)માં તમામ રેકોર્ડ તોડી ચૂક્યો હતો.

ધ કપિલ શર્મા શો શરુ થયો

પ્રથમ સીઝનની સફળતા બાદ શો 2018માં પોતાની બીજી સીઝન લઈ આવ્યો હતો. જે ફરી સુપરહિટ રહ્યો હતો. ત્રીજી સીઝન 5 જુન 2022ના રોજ ઓન એર થયો હતો પરંતુ આજે એટલે કે, 10 સપ્ટેમબરના રોજ શો ટીવી પર પરત ફરી રહ્યો છે. સીઝન 3માં જુગ જુગ જીયો ટીમ નીતુ કપુર, અનિલ કપુર, કિયારા અડવાણી, વરુણ ધવન, પ્રાજક્તા કોલી અને મનીષ પોલ કપિલના કોમેડી હાઉસમાં જોવા મળ્યા હતા. શો બંધ થવાના કારણ દર્શકો ખુબ મિસ કરી રહ્યા છે. પરંતુ દર્શકોની આ રાહ હવે પૂર્ણ થઈ ગઈ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જાણો ક્યારે એને ક્યાં જોઈ શકશો કપિલ શર્મા શો

કપિલ શર્માનો લોકપ્રિય અને સૌથી પસંદગીનો શો કોમેડી શો સોની ટીવ પર 10 સપ્ટેમ્બર 2022ના દર શનિવાર અને રવિવાર રાત્રે 9:30 કલાકે પ્રસારિત કરવામાં આવશે, સોની લિવ પર લાઈવ તેમજ રેકોર્ડેડ વર્ઝનમાં આ શો જોઈ શકો છો. કપિલનો નવો શોમાં બિગ બોસ 12 ફેમ સુષ્ટિ રોડે, કોમેડિયન સિદ્ધાર્થ સાગર, ગૌરવ દુબે, કીકુ શારદા અને સુમોના ચક્રવર્તી સિવાય અન્ય લોકો પણ કપિલના શોનો ભાગ હશે.

શેર કર્યો હતો નવો વીડિયો

હાલમાં સોની ટીવીએ ધ કપિલ શર્મા શોની આવનારી સીઝનના કલાકારો અને પાત્ર વિશે ખુલાસો કરતો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં કપિલ શર્માને કપ્પુ શર્માના રુપમાં સુમોન ચક્રવર્તીને કપિલની પત્ની બિંદુના રુપમાં કીકુ શારદા , સુષ્ટિ, સિદ્ધાર્થ સાગર તેમજ અન્ય કલાકારો કોમેડી કરતા જોવા મળ્યા હતા.

 

Next Article