TMKOC સેટ પર તોડફોડ! ચાહકો ‘ગોકુલધામ સોસાયટી’ની સ્થિતિ જોઈ ચિંતામાં આવ્યા , શું છે સમગ્ર મામલો?

Taarak Mehta ka Ooltah Chashmah : ટીવીનો ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ચાહકોનો ફેવરિટ છે. પ્રોડ્યુસર અસિત મોદી આ શોના ઓડિયન્સને દિવાના બનાવ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોકુલધામ સોસાયટીમાં તોડફોડ થઈ રહી છે. તો ચાલો જાણીએ સમગ્ર મામલો શું છે.

TMKOC સેટ પર તોડફોડ! ચાહકો ગોકુલધામ સોસાયટીની સ્થિતિ જોઈ ચિંતામાં આવ્યા , શું છે સમગ્ર મામલો?
Image Credit source: AI
| Updated on: Jul 08, 2026 | 2:46 PM

Taarak Mehta ka Ooltah Chashmah : ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ચાહકોનો ફેવરિટ શો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોકુલધામ સોસાયટીમાં તોડફોડ જોવા મળી રહી છે. ચાહકો ચિંતામાં આવી ગયા છે કે, આખરે આવું કેમ થઈ રહ્યું છે. તો ચાલો તોડફોડનો સમગ્ર મામલો શું છે. તે જાણીએ.

તોડફોડ જોઈ લોકોને ચિંતા

સોની સબ ટીવીનો ફેમસ અને આઈકોનિક શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરરોજની સ્ટોરીને લઈ મજેદાર અંદાજમાં જોવા મળે છે. આ શોના પાત્રો જેઠાલાલ, ભિડે, અય્યર, પોપટલાલ અને ડો. હાથી વર્ષોથી ઓડિયન્સના દિલમાં રાજ કરી રહ્યા છે. જે વીડિયો વાયરલ થયો છે. તેમણે ચાહકોની ચિંતા વધારી દીધી છે. વીડિયો ગોકુલધામ સોસાયટીના સેટનો છે. જેમાં તોડફોડ જોઈ લોકોને ચિંતા છે કે, શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બંધ થશે.

 

 

 

શોના સેટ સાથે જોડાયેલા અનેક વીડિયો સામે આવે છે. પરંતુ હાલમાં જે વીડિયો સામે આવ્યો છે. તેમાં સેટના શૂટિંગનો નહી પરંતુ સમારકામ જોવા મળી રહ્યું છે. ચાહકોની ચિંતા જોઈ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ આ વાયરલ વીડિયો વિશે ખુલીને વાતકરી છે. કહ્યું કે, ગોકુલધામ સોસાયટીનું સમારકામ ચાલી રહ્યું છે.વીડિયોમાં, અસિત મોદી પણ સમગ્ર કાર્યનું નિરીક્ષણ કરતા જોવા મળે છે. તેઓ ત્યાં હાજર ઇજનેરો, સુપરવાઇઝર અને કામદારો સાથે વાત કરે છે, તેમને કામ સુરક્ષિત રીતે કેવી રીતે પૂર્ણ કરવું તે અંગે સૂચના આપે છે.

ગોકુલધામ સોસાયટી રિનોવેશન કામ

અસિત મોદીએ કહ્યું ગોકુલધામ સોસાયટીનું રિનોવેશન કામ ચાલું છે. જે પણ થઈ રહ્યું છે. તે સારા માટે થઈ રહ્યું છે. ભગવાનને પ્રાર્થના કરો કે, તમને ગોકુલધામ નવા અંદાજમાં ખુબ પસંદ આવે.તમને જણાવી દઈએ કે, આ શો વર્ષ 2008થી શરુ થયો હતો. ત્યારબાદ એટલો ફેમસ થયો કે, હવે આ શો ટીવીશોના લિસ્ટમાં હંમેશા ટોપ પર રહે છે. આજે પણ નાનાથી લઈ મોટી ઉંમરના લોકો આ શો જુએ છે.

17 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિટ શો આપનાર અસિત કુમાર મોદીનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.