Super Dancer Chapter 4 : ફ્લોરિના, પૃથ્વીરાજ, ઈશા સાથે મધુ અને શિલ્પા શેટ્ટી કરશે ધમાલ, જુઓ વીડિયો

ગઈકાલના ગ્રાન્ડ પેરેન્ટ્સ સ્પેશિયલ એપિસોડ (Grand Parents Special) પછી, આજે સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4) ના સ્ટેજ પર બીજો ખાસ એપિસોડ રજૂ થવા જઈ રહ્યો છે.

Super Dancer Chapter 4 : ફ્લોરિના, પૃથ્વીરાજ, ઈશા સાથે મધુ અને શિલ્પા શેટ્ટી કરશે ધમાલ, જુઓ વીડિયો
Super Dancer Chapter 4
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 10:20 PM

સોની ટીવી (Sony Tv) ના ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4) માં   રવિવારે  બોલિવૂડ અભિનેત્રી મધુ (Madhoo) આવવાની છે. શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ની વાપસી બાદ મધુ સુપર ડાન્સર ચેપ્ટર 4 માં દેખાનાર પ્રથમ મહેમાન સેલિબ્રિટી છે. રવિવારે  મધુ સ્પેશિયલ એપિસોડમાં, તમામ સુપર ડાન્સર્સ તેમના સુપર ગુરુઓ સાથે મધુ અને શોના જજ શિલ્પા શેટ્ટી, ગીતા કપૂર (Geeta Kapoor) , અનુરાગ બાસુ (Anurag Basu) નું ઘણું મનોરંજન કરશે.

આ ખાસ પ્રસંગે મધુ પોતાની ફિલ્મી કારકિર્દી સાથે જોડાયેલી વાર્તાઓ અને કિસ્સા ઓ દર્શકો સાથે શેર કરતી જોવા મળશે. તો ચાલો સુપર ડાન્સરના મંચ પર રવિવારે  રજૂ કરવામાં આવી રહેલા કેટલાક પરફોર્મેન્સ પર એક નજર કરીએ.

પુષ્પા 2 પછી અલ્લુ અર્જુન કરશે આ પહેલું કામ !
કામની વાત : વિદેશમાં વિઝા-ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ અને ઈ-વિઝા વચ્ચે શું છે તફાવત ?
દ્વારકાના ફરવાલાયક 9 સ્થળો, સાતમુ સૌનું ફેવરિટ, જુઓ Photos
Video : એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ ક્રિકેટર શ્રેયસ અય્યરને કહ્યું Sorry, જાણો કારણ
ખુશખબર : અમદાવાદના SG Highway નજીક બનશે અનોખુ Lotus Park, જુઓ Photos
#majaniwedding પૂજા જોશીએ લગ્નના ફોટો શેર કર્યા,જુઓ ફોટો

પ્રતીતિ અને સુપર ગુરુ શ્વેતા

સ્પર્ધક પ્રતીતિ (Pratiti) તેના સુપર ગુરુ શ્વેતા (Shweta) સાથે ‘દિલ હૈ છોટા સા’ ગીત પર ક્લાસિકલ ડાન્સ સુપર ડાન્સરના સ્ટેજ પર પ્રસ્તુત કરવા જઈ રહી છે. પોતાના ફિલ્મના ગીત પર ભરતનાટ્યમનાં સ્ટેપ્સ કરતા જોઈને મધુ ખૂબ ખુશ થઈ જશે. એટલું જ નહીં, તે સ્ટેજ પર આવશે અને પ્રતીતિને ગળે લગાવશે. જજની વાતને માનીને, મધુ પ્રતીતિ અને શ્વેતા સાથે તાલથી તાલ મેળવીને ભરતનાટ્યમના કેટલાક સ્ટેપ્સ પણ પરફોર્મ કરતા જોવા મળશે. તેમના આ ડાન્સ માટે સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળશે.

સ્પૃહા અને સુપર ગુરુ સનમ

સુપર ગુરુ સનમ (Sanam)ની સાથે મળીને મોરેગાંવની સ્પૃહા (Spriha) આજે ‘રોજા જાનેમન’ ગીત પર હૃદયસ્પર્શી એક શાનદાર પરફોર્મન્સ સ્ટેજ પર રજૂ કરશે. આ બંનેનું આ પ્રદર્શન મધુને જૂની યાદો પર લઈ જશે. તેમના ડાન્સને જોઈને ભાવુક થઈને મધુ કહેશે કે ‘આ મારી વાર્તા છે. મારા પિતા પણ એક સિંગલ ફાધર હતા. તેમણે એકલા જ મને ઉછેરી છે. સનમ અને સ્પૃહા દ્વારા રજુ કરવામાં આવી પિતા અને પુત્રીની બોન્ડિંગની વાર્તા જોઈને સ્ટેજ પર હાજર દરેકની આંખો ભીની થઈ જશે.

પૃથ્વીરાજ અને સુપર ગુરુ શુભ્રોનીલ

પૃથ્વીરાજ (Pruthviraj) અને તેમના સુપર ગુરુ શુભ્રોનીલ (Shubhronil) આજે સુપર ડાન્સરમાં ‘ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ’ ગીત પર એક સુંદર પ્રદર્શન સ્ટેજ પર રજૂ કરતા જોવા મળશે. આ ગીત મધુ અને અજય દેવગણ પર ચિત્રિત કરવામાં આવ્યું હતું. આ એક્ટ મધુની સાથે સાથે શોના જજ શિલ્પા શેટ્ટી, ગીતા કપૂર અને અનુરાગ બાસુને ખૂબ પ્રભાવિત કરશે. તેમની પ્રશંસા કરતા, શિલ્પા શેટ્ટી શુભ્રોનીલ અને પૃથ્વીરાજને કહેશે કે આ તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.

આ પણ વાંચો:- કોરોનાથી જંગ જીત્યા બાદ Aniruddh Dave ફરશે કામ પર પરત, કહ્યું- લાંબા વિરામ બાદ કામ કરવા માટે ઉત્સાહિત છું

આ પણ વાંચો:- Abhishek Bachchan એ છોડ્યો જોન અબ્રાહમનો સાથ, ‘અય્યપ્પનમ કોશીયુમ’ની રિમેકમાંથી થયા બહાર

અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">