Bigg Boss 16 : શિવ ઠાકરે ફરી એક વખત બન્યો ઘરનો કેપ્ટન, સ્ટેને ફરી ચાહકોનું દિલ જીતી લીધું

|

Dec 28, 2022 | 11:28 AM

આ વખતે બિગ બોસ (Bigg Boss )ના ઘરમાં નવા કેપ્ટનની પસંદગી કરવામાં આવી છે. શિવ, અબ્દુ અને એમસી સ્ટેન વચ્ચે ટક્કર થઈ હતી અને ત્રણેયના ચાહકોએ ઘરમાં આવીને વોટ કર્યું હતું. અબ્દુ અને સ્ટેનને હરાવીને શિવ ઠાકરે ઘરના આગામી કેપ્ટન તરીકે ચૂંટાયો છે.

Bigg Boss 16 :  શિવ ઠાકરે ફરી એક વખત બન્યો ઘરનો કેપ્ટન, સ્ટેને ફરી ચાહકોનું દિલ જીતી લીધું
શિવ ઠાકરે ઘરનો નવો કેપ્ટન બન્યો
Image Credit source: Instagram

Follow us on

બિગ બોસ 16ના ઘરમાં નવા કેપ્ટનની પસંદગી એકદમ અલગ રીતે કરવામાં આવી હતી. બિગ બોસે ઘરના સભ્યોને લિવિંગ એરિયામાં ભેગા થવા કહ્યું કે હવે માત્ર એક જ કેપ્ટન ઘર ચલાવશે. તમારે કેપ્ટનને પસંદ કરવા માટે 3 નામ આપવા પડશે, જેમાંથી એકને ઘરના આગામી કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવશે. ઘરના સભ્યો શિવ ઠાકરે, અબ્દુ રોજિક અને એમસી સ્ટેનને કેપ્ટન માટે દાવેદાર તરીકે પસંદ કરે છે. જોકે, આ વખતે દર્શકોના વોટનો ઉપયોગ કેપ્ટન પસંદ કરવા માટે કરવામાં આવ્યો છે.

બિગ બોસમાં આગામી કેપ્ટન માટે થઈ ટક્કર

આ વખતે બિગ બોસનો કેપ્ટન ચૂંટણી દ્વારા જાહેર થયો હતો. બિગ બોસે જણાવ્યું કે, ઘરની બહારથી કેટલાક લોકો આવશે. ત્યારબાદ ચૂંટણી માટે 3 દાવેદારો, સ્ટેન, અબ્દુ અને શિવ વચ્ચે ઓડિયન્સ વોટ કરશે અને કોઈ એક ઘરના સભ્યને ઘરનો નવો કેપ્ટન બનાવશે. જેના માટે ઘરના સભ્યોના ચાહકો ઘરમાં આવી વોટ કરશે. આ ટાસ્ટ માટે 3 રાઉન્ડ હશે. કેપ્ટન માટે યોજાયેલા પ્રથમ ટાસ્કમાં દાવેદાર પોતાના વખાણ કરશે. બીજા રાઉન્ડમાં વિરોધીઓ વિશે બોલશે. ત્યારબાદ ત્રીજા રાઉન્ડમાં એક પરફોર્મન્સ આપવાનું રહેશે. ત્યારબાદ જે સ્પર્ધક ઓડિયન્સની પોતાની તરફ કરશે તેને વધુ વોટ મળશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમજ જે સ્પર્ધકો વધુ વોટ મળશે તે ઘરનો આગામી કેપ્ટન હશે. જેના માટે 3 દાવેદારોની પસંદગી તરીકે ચિહ્ન પણ મળ્યા છે. અબ્દુ રોજિકને સસલું, શિવને ધોડો અને સ્ટેનને જિરાફનું ચિહ્ન આપવામાં આવ્યું છે.

 

 

શિવ ઠાકરે ઘરનો નવો કેપ્ટન બન્યો

કેપ્ટનશીપ માટે બીજો રાઉન્ડ શરૂ થાય છે. આ પછી શિવ, સ્ટેન અને અબ્દુ એકબીજા માટે વોટ માંગે છે. સ્ટેન એવું કામ કરે છે જે દર્શકોના દિલ જીતી લે છે. આ પછી વોટ થાય છે અને પછી ત્રીજા રાઉન્ડમાં સ્ટેન, શિવ અને અબ્દુ જનતા માટે પ્રદર્શન કરે છે. આ પછી, બિગ બોસે વોટિંગના આધારે ઘરના આગામી કેપ્ટન શિવની પસંદગી કરી. જો કે, આ સમગ્ર ટાસ્ક દરમિયાન, એમસી સ્ટેને ફરી એકવાર તેના ચાહકોનું દિલ જીતી લીધું.

Next Article