Mahajati Gujarati: અસિત મોદીએ Tv9 પર કર્યા નવા ખુલાસા, શું દયા ભાભી શોમાં પરત ફરશે કે પછી પોપટલાલના થશે લગન ?

|

Feb 03, 2024 | 2:05 PM

Mahajati Gujarati: તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદી(Asit Modi)એ ગુજરાતીની ઓળખ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતી એટલે મોજીલો, સંસ્કૃતિને માનનારો, ફાફડા-જલેબી ખાનારો અને પડીને પાછો ઉભો થનારો અને પડકારો ઝીલનારો એટલે ગુજરાતી.

Mahajati Gujarati: અસિત મોદીએ Tv9 પર કર્યા નવા ખુલાસા, શું દયા ભાભી શોમાં પરત ફરશે કે પછી પોપટલાલના થશે લગન ?
Mahajati Gujarati: Asit Modi made new revelations on Tv9, will Daya Bhabhi return to the show or will Popatlal get married?

Follow us on

મહાજાતિ ગુજરાતી કાર્યક્રમમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હું લોકોનું હસવાનું માધ્યમ બનવાથી ખુશ છું. ભગવાનની મારા પર કૃપા છે કે મને લોકોને અઢળક પ્રેમ મળ્યો. હું તમામ લોકોનો આભારી છું જેમને મને આટલો પ્રેમ આપ્યો અને તેમના પ્રેમથી હું અહીંયા છું. મારા દરેક કલાકારને હું કહું છું આપણી સિરિયલથી લોકો હસે છે. હસવું મોંઘું વિટામિન છે અને તે સરળતાથી મળતું નથી. બધા કલાકારને સાચવી લઉ છું. લોકોનો મને પ્રેમ મળે છે. મે લોકોની આંખમાં આંસુ આવતા જોયા છે. અમે વિદેશની ધરતી પર લોકોને સિરિયલના માધ્યમથી બાળકોને દેશની સંસ્કૃતિ બતાવીએ છીએ.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

લોકોને હસાવવા એ ખુબ જ અઘરૂ કામ

વિદેશની ધરતી એક ગુજરાતી બીજા ગુજરાતીને મળે એટલે ડાંડિયા-રાસ જેવો માહોલ બની જાય છે. દેશ-વિદેશથી જ્યારે ગુજરાતીઓ ભેગાં થાય ત્યારે તેનો જમાવડો મને ખૂબ જ ગમે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીયલના નિર્માતાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પહેલા ‘હમ સબ એક હે’ સિરીયલ બનાવી હતી. ‘હમ સબ એક હે’ સિરીયલમાં પણ એકતાનો સંદેશ આપવામાં આવતો હતો.

આ સિરીયલ વિવિધતામાં એકતાના બેઝ પર બનાવવામાં આવી હતી, કારણ કે આ સિરીયલમાં એક જ ઘરમાં અલગ અલગ ભાષાઓ બોલતી ત્રણ-ચાર વહુ આવે છે અને એક પરિવારમાં રહે છે. આ સિવાય ‘સારથી’, ‘યે દુનિયા હે રંગીન’ અને ‘મેરી બીવી વન્ડરફૂલ’ નામની સિરીયલ બનાવી હતી. તેમને કિચન પોલિટીક્સવાળી સિરીયલ નહોતી બનાવવી.

કોમેડી ડેઇલી સોપ બનાવવી પડકારજનક કામ હતું

અસિત મોદીએ કહ્યું કે, લોકોને હસાવવા ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો છે, તેથી મેં 2002થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ બનાવવાનો પ્રયાસ કર્યો. આ સિરીયલ વિશે ઘણા લોકોને શંકા હતી, પરંતુ લોકોનો અનહદ પ્રેમ મળ્યો. કોમેડી મારી પસંદગીનો વિષય હતો, તેથી રોજબરોજની ઘટનામાંથી હું હાસ્ય શોધી લઉં છું. લોકોને હસાવવા એ ખુબ જ અઘરૂ કામ છે તેથી દરેક એપિસોડ પર ચોકસાઈથી ટીમ કામ કરે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પાકિસ્તાનમાં પણ જોવાય છે

સામાજીક માહોલ અને બદલાવને પણ સાંકળી લઇએ છીએ. આ સિવાય તેમણે કહ્યું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પાકિસ્તાનમાં પણ જોવાય છે. અમે દયાભાભીને પાછા લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. દર્શકોનો પ્રેમ ખુબ છે એટલે જવાબદારી વધી જાય છે. જે લોકો સિરીયલ છોડીને ગયા તેનું મને દુ:ખ થાય છે. મારૂ કામ સૌને ભેગા રાખવાનું, સૌને જોડે રાખવાનું છે.

જે લોકો સિરીયલ છોડવાની વાત કરે છે તેમને હું સમજાવું છું. દિશા વાકાણીને પાછા લાવવાના પુરા પ્રયાસ કરી રહ્યો છું. ભવિષ્યમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની એનિમેશન સીરિઝ પણ બનશે અને સારો વિષય મળે તો ગુજરાતી ફિલ્મ પણ બનાવીશ. બીજા રાજ્યોમાંથી પણ શુટિંગ માટે આમંત્રણ મળે છે.

Published On - 6:40 am, Sat, 29 October 22

Next Article