
ટીવીની ફેમસ અભિનેત્રી લતા સભરવાલે હાલમાં એવી જાહેરાત કરી હતી કે, ચાહકો પણ ચોંકી ગયા. અભિનેત્રી લગ્નના 16 વર્ષ બાદ પતિથી અલગ થઈ રહી છે. લતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આની જાણકારી આપી હતી. આ પોસ્ટમાં તેમણે ચાહકોને પ્રાઈવસી રાખવાની અપીલ કરી હતી. આ સમાચાર સાંભળી લોકો હેરાન રહી ગયા હતા. લતા સભરવાલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ‘માં રાજશ્રી માહેશ્વરીના પાત્ર માટે જાણીતી છે.
પોતાની પોસ્ટમાં લતા સભરવાલે લખ્યું લાંબા સમય બાદ હું એ કહેવા માંગુ છું કે, મારા પતિ સંજીવ શેઠથી અલગ થઈ ચૂકી છું. હું તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. તેમણે મને એક દીકરો આપ્યો હું તેમને તેના ભવિષ્યના જીવન માટે શુભકામના આપું છુ. તમામ લોકોને રીકવેસ્ટ કરું છું કે, મારી અને મારા પરિવારની શાંતિનું સન્માન કરે અને આ વિશે કોઈ સવાલ કે પછી કોલ ન કરે.
લતા સભરવાલ અને સંજીવ શેઠની મુલાકાત યે રિશ્તા ક્યા કહેલાતાના સેટ પર થઈ હતી. આ શોમાં તેમણે રાજશ્રી અને વિષભભરનાથ માહેશ્વરીનું પાત્ર નિભાવ્યું હતુ. જે ટેલિવિઝનની સૌથી ફેવરિટ જોડીમાંથી એક હતી. આ જોડીને ચાહકો ખુબ પ્રેમ કરતા હતા. મીડિયા રિપોર્ટ મુજબ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શોમાં એકબીજા પ્રેમમાં પડ્યા હતા અને 2009માં લગ્ન કર્યા હતા. કપલને કાઆરવ નામનો એક દીકરો પણ છે. 2013માં લતા સભરવાલ અને સંજીવ શેઠની સાથે સેલિબ્રિટી ડાન્સ શો નચ બલિએ 6નો ભાગ લીધો હતો.સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં લતા સભરવાલ અને સંજીવ સેઠે પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી.