
સલમાન ખાનનો શો બિગ બોસ 19 ગ્રાઉન્ડ ફિનાલેની ખુબ નજીક છે. શોને લઈ દરરોજ નવી નવી અપટેડ સામે આવી રહી છે. ચાહકો પણ બિગ બોસ 19ના ગ્રાન્ડ ફિનાલેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો જાણીએ તમે ક્યાં અને ક્યારે બિગ બોસ 19 લાઈવ જોઈ શકશો. આ સાથે શોની પ્રાઈઝ મની કેટલી હશે.બિગ બોસ 19ના ફિનાલેની જો આપણે વાત કરીએ તો ફિનાલે 7 ડિસેમ્બરના રોજ હશે. સલમાન ખાનનો શો બિગ બોસનો ગ્રાન્ડ ફિનાલે તમે ઘરે બેસી જિયો હોટસ્ટાર અને કલર્સ ટીવી પર લાઈવ જોઈ શકશે. તેમજ સાંજે 9 કલાકે જિયોહોટસ્ટાર એપ પર પણ જોઈ શકો છો. કલર્સ ટીવી પર લાઈવ જોઈ શકશો.
હવે ચાહકોએ જાણવા આતુર છે કે, બિગ બોસ 19ની પ્રાઈઝ મની કેટલી હશે. તો આ વખતે બિગ બોસની પ્રાઈઝ મની 50 લાખ રુપિયા છે. રિપોર્ટ મુજબ શોની ગત્ત સીઝનમાં પણ આટલી જ પ્રાઈઝ મની હતી પરંતુ આ વખતે સ્પર્ધકોની સેલેરી ગત્ત સીઝનથી વધારે છે.બિગ બોસ 19ના ટોપ સ્પર્ધકની જો આપણે વાત કરીએ તો. હવે ઘરમાં ટોપ 6 સ્પર્ધકો વધ્યા છે. આ વખતે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ડબલ એલિમિનેશન થશે. અશનુર કૌર બાદ શહબાઝ ઘરની બહાર થશે.
ત્યારબાદ બિગ બોસ 19ના ઘરમાં ગૌરવ ખન્ના, તાન્યા મિત્તલ,માલતી, અમાલ,પ્રણીત અને ફરહાના રહ્યા છે. આ ટોપ 6માંથી કોણ ટોપ 5માં સ્થાન બનાવશે. હવે જોવાનું રહે છે કે, બિગ બોસ 19નો સ્પર્ધક કોણ બનશે.અશનુર કૌર ઉપરાંત, શાહબાઝ બદેશાને પણ શોમાંથી બહાર કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝ બદેશાને ઓછા વોટ મળવાને કારણે બહાર કરવામાં આવશે. શાહબાઝના ચાહકો ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમણે શોના ચાહકોને ખુબ એન્ટરટેનમેન્ટ કર્યા છે.
Published On - 10:48 am, Sun, 30 November 25