જેઠાજી તો નિકળ્યા દિલના ડોક્ટર ! ડેન્ગ્યુના દુ:ખમાં દિલ્હીની તેમની ફેનની દિલિપ જોશી સાથે વાત કરવાની ઈચ્છા પુરી કરીને લાવ્યુ ચહેરા પર હાસ્ય, દિકરીનાં પિતાએ TV9 ને મોકલ્યો ખાસ વિડિયો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈને રિયલ લાઇફમાં પણ એક ફેનની બીમારી દૂર થઇ ગઈ છે.

સોની સબ ટીવી (Sony Sub TV) પર આવતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શો છેલ્લા ઘણા વર્ષથી લોકોને મનોરંજન કરાવી રહ્યું છે. આ શોમાં ઘણા પાત્ર આવ્યા છે અને ઘણા જુના પાત્રોએ આ શોને અલવિદા કહી દીધું છે. કહી શકાય કે આ શો નાનેરાથી માંડીને આબાલ-વૃદ્ધ સુધીમાં એક અલગજ જગ્યા બનાવી ચુક્યો છે.

 પરંતુ હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેનાથી રીલ લાઈફ તો લોકોમાં મો પર હાસ્ય લઇ આવે છે પરંતુ રિયલ લાઇફમાં પણ એક ફેનની બીમારી દૂર થઇ ગઈ છે. આવો જાણીએ શું છે વિગત.

ઉદય ફાઉન્ડેશનના ફાઉન્ડર રાહુલ વર્માની દીકરી ડેન્ગ્યુ જેવી બીમારીમાં સપડાઈ હતી. આ બાદ આ દીકરી આખો દિવસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જ જોતી હતી. પરંતુ એક દિવસ દીકરીએ તેના પિતા પાસે એવી માંગણી કરી કે, તે જેઠાલાલ એટલે કે ( દિલીપ જોશી ) સાથે વાત કરવા માંગતી હતી. થોડા સમય સુધી તો તેના પિતા વિચારવું લાગ્યા કે શું કરવું ?

આ બાદ રાહુલ વર્માએ ટ્વીટર પર દિલીપ જોશીને ( dilip joshi) કહ્યું હતું કે તેની દીકરી વાત કરવા માંગે છે. તો થોડા જ સમયમાં દિલીપ જોશીની દીકરીનો મેસેજ આવ્યો અને કહ્યું કે તેના પિતા પણ વાત કરે છે. આ બાદ દિલીપ જોશીએ તેનો પર્સનલ નંબર આપ્યો અને કહ્યું કે તે  કોલથી નહીં પરંતુ વિડીયો કોલથી વાત કરશે.

આ બાદ થોડા જ સમયમાં જ વિડીયો કોલ પર આ દીકરીએ વાત કરી અને ખુશખુશાલ થઇ ગઈ. આ સાથે જ કહ્યું કે, તે ઈચ્છે ત્યારે ગમે ત્યારે વાત કરી શકે છે. આ બાદ દીકરીને જણાવ્યું હતું કે, તે એકદમ સ્વસ્થ થઇ જશે ત્યારે તેને અક્ષરધામ મંદિર દર્શન કરવા લઇ જશે.

આ વાતનો ઉલ્લેખ દિલીપ જોશીએ  ક્યાંય પણ કર્યો નથી  તો બીજી તરફ રાહુલ વર્માએ પણ ટ્વીટર પર તારક મહેતા કે ઉલ્ટા ચશ્માની ટીમનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો : Corona Vaccine: Covaxin કોરોના સામે છે આટલી અસરકારક, અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો : China News : ચીનમાં Xi Jinping બનશે વધુ મજબૂત, CPCની મહત્વપૂર્ણ બેઠકમાં ‘ઐતિહાસિક ઠરાવ’ પાસ

  • Follow us on Facebook

Published On - 1:57 pm, Fri, 12 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati