જેનિફર મિસ્ત્રીએ તોડ્યું મૌન, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી આપ્યો જડબાતોડ જવાબ

જેનિફર મિસ્ત્રીએ (Jenifar Mistry) તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે તમામ આરોપને ખોટા જણાવી રહી છે અને તેને કવિતા બોલીને પોતાનું મૌન તોડ્યું છે. સાથે જ યુઝર્સ એ કહ્યું અમે તમારા સાથે છીએ.

જેનિફર મિસ્ત્રીએ તોડ્યું મૌન, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી આપ્યો જડબાતોડ જવાબ
Jenifar Mistry
| Edited By: | Updated on: May 12, 2023 | 5:07 PM

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં રોશન સોઢી એટલે કે જેનિફર મિસ્ત્રીએ (Jenifar Mistry) હમણાં તાજેતરમાં જ આસિત મોદી પર એક મોટો આરોપ લગાડ્યો હતો. થોડા દિવસો પહેલા આ શો છોડીને જઈ ચુકેલા એક્ટર શૈલેશ લોઢાએ મેકર્સ પર પેમેન્ટ ના આપવાનો આરોપ લગાવ્યો હતો. પણ અહિંયા વાત છે રોશન ભાભીની જેમણે અસિત મોદી પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ચોંકાવનારો આરોપ લગાવ્યો છે.

હવે જેનિફરના આરોપો પર મેકર્સ તરફથી પણ રિએક્શન સામે આવ્યું છે. મેકર્સ હવે જેનિફર સામે કડક પગલાં લેવાની વાત કરી રહ્યા છે. જેમાં સોહિલે કહ્યું છે કે, જેનિફરના બધા જ આરોપો ખોટા છે. આ સાથે જ આગળ કહ્યું હતું કે, ‘અમે તેને ત્રણ મહિના પહેલા જ શોમાંથી કાઢી દીધી હતી. તેને કામ નથી મળી રહ્યું એટલે તેણી અમને બ્લેકમેલ કરી રહી છે. આ તેની સસ્તી પબ્લિસિટી છે.’ જેનિફર મિસ્ત્રી બંસીવાલ કહ્યું કે તે આટલા વર્ષોથી આ વસ્તુને અવગણી રહી છે કારણ કે તે પોતાનું કામ ગુમાવવા માંગતી ન હતી. અભિનેત્રીએ આ ખુલાસો કર્યો ત્યારથી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

જેનિફરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ મામલાને લગતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે આ તમામ આરોપને ખોટાં ગણાવી રહી છે અને આ વાત તેને કવિતાના રૂપમાં બોલીને સામે જડબાતોડ જવાબ આપ્યો છે. જેનિફરે કહ્યું, “ચૂપી કો મેરી કમજોરી મત સમઝના મેં ચૂપ થી કયુકી સલિકા હૈ મુઝમે ખુદા ગવાહ હૈ કે સચ કયા હૈ યાદ રખનાં ઉસકે ઘર મેં કોઈ ફરક નહીં હૈ તુઝ મેં ઔર મુઝ મેં” (મારા મૌનને નબળાઈ ન સમજો, હું ચૂપ હતી કારણ કે મારી પાસે શિષ્ટાચાર છે. ભગવાન સાક્ષી છે કે સત્ય શું છે, યાદ રાખો તેના ઘરમાં તમારા અને મારામાં કોઈ તફાવત નથી.)

આ ઉપરાંત રોશન સોઢીએ આ જવાબની સાથે કેપ્શનમાં લખ્યું, કે Truth will come out… Justice will prevail…`સત્ય ટૂંક સમયમાં બધાની સામે આવશે, ન્યાય મળશે`. સોશિયલ મીડિયા પર પણ લોકો એક્ટ્રેસના સમર્થનમાં સામે આવી રહ્યાં છે.

આ પણ વાંચો : TMKOC મિસિસ સોઢીએ અસિત મોદી પર લગાવ્યો જાતીય સતામણીનો આરોપ!, જાણો કોણ છે જેનિફર મિસ્ત્રી, જુઓ Photos

જેનિફરની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ એક્ટ્રેસને સપોર્ટ કરી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, `અમે બધા તમારી સાથે છીએ`. અન્ય એક યુઝરે લખ્યું, `ન્યાય માટે આગળ વધતા રહો`. આ ઉપરાંત એક યુઝરે લખ્યું કે ‘મોદી નો ખરાબ સામે ચાલુ થઈ ગયો છે.. આજે જેનિફર છે કાલે કોઈ બીજું હશે’

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…