
સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12ના વિજેતા પવનદીપ રાજનનો અકસ્માત થતાં પગમાં ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજા પહોંચી છે, જાણો ભયંકર અકસ્માત પછી હવે તેમની તબિયત કેવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, પવનદીપ રાજનને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યોછે. તેની હાલત સ્થિર છે. સિંગરના અકસ્માત બાદ તેને નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અકસ્માત ઉત્તરાખંડથી દિલ્હી આવતા વખતે થયો હતો.
ડ્રાઈવર રાહુલ સિંહને ઊંઘ આવી જતા તેની હેક્ટર કાર એક કેન્ટર સાથે અથડાઈ, જેના કારણે તેના બંને હાથ અને પગમાં ફ્રેક્ચર થયું. તેના બે અન્ય સાથીઓ પણ ઘાયલ થયા હતા જ્યારે કારને ભારે નુકસાન થયું હતું.ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ ટ્વિટ કર્યું અને કહ્યું કે, દેવભૂમિ ઉત્તરાખંડના પુત્ર, ફેમસ સિંગર પવનદીપના માર્ગ અકસ્માતમાં ઘાયલ થવાના દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા. હું ભગવાનને તેમના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.
હાલમાં પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે. ઘટનાની જાણ પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
सुप्रसिद्ध गायक, देवभूमि उत्तराखंड के सपूत श्री पवनदीप राजन जी के सड़क दुर्घटना में घायल होने का दुःखद समाचार प्राप्त हुआ। ईश्वर से उनके शीघ्र स्वास्थ्य लाभ की कामना करता हूँ।
— Pushkar Singh Dhami (@pushkardhami) May 5, 2025
તમને જણાવી દઈએ કે, પવનદીપના અકસ્માતના સમાચાર સામે આવતા તેના ચાહકોમાં ચિંતા જોવા મળી રહી છે. ચાહકો તેમજ પરિવારજનો તેની માટે પ્રાર્થના કરી રહ્યા છે.પવનદીપ રાજન ઉત્તરાખંડનો રહેવાસી છે. પવનદીપને ઈન્ડિયન આઈડલ 12થી ઘરે ઘરે ઓળખ મળી છે. પવનદીપ પોતાના શાનદાર અવાજથી ચાહકો અને જજનું દિલ જીત્યું હતુ. તે શો ઈન્ડિયન આઈડલ 12નો વિજેતા બન્યો હતો.
Published On - 11:53 am, Tue, 6 May 25