
અભિનેતા માનવ ગોહિલ હિન્દી ટેલિવિઝન શોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે, જેમાં સોપ ઓપેરા કહાની ઘર ઘર કી, ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 2, ક્રાઈમ ડ્રામા સી.આઈ.ડી, શાદી મુબારક અને તેનાલી રામાનો સમાવેશ થાય છે.

માનવ ગોહિલનો જન્મ સુરેન્દ્રનગરમાં થયો હતો અને તેઓ શિક્ષણ માટે વડોદરા ગયા હતા.તેમણે વાણિજ્યમાં સ્નાતક અને પછી વડોદરાથી MBA કર્યું હતુ.

માનવ ગોહિલના લગ્ન ટીવી અભિનેત્રી શ્વેતા કવાત્રા સાથે થયા છે. તેઓ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 2માં ભાગ લીધો હતો જ્યાં માનવને સરોજ ખાન દ્વારા શ્રેષ્ઠ ડાન્સરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ કપલ 11 મે 2012ના રોજ એક પુત્રીના માતાપિતા બન્યા. આ દંપતી નિચિરેન બૌદ્ધ ધર્મનું પાલન કરે છે.આ ઉપરાંત, તેમણે મંદિરા બેદી સાથે ટીવી શો 'ફેમ ગુરુકુલ' પણ હોસ્ટ કર્યો છે.

માનવ ગોહિલે ગુજરાતી સિનેમામાં પણ પોતાની ધાક જમાવી ચૂક્યા છે.

તેમણે ગુજરાતી ફિલ્મ "સપ્તપદી-આઠમુ વચન" માં પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. આ ફિલ્મ બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની કંપની દ્વારા બનાવવામાં આવી હતી.

માનવ ગોહિલ ગુજરાતી ઉપરાંત 2013માં રિલીઝ થયેલી પંજાબી ફિલ્મ "લવ યુ સોનિયે" માં પણ પોતાની એક્ટિંગથી ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું હતુ.

માનવ ગોહિલ બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. તેમણે 2019 માં આવેલી ઋત્વિક રોશન અભિનીત ફિલ્મ "સુપર 30" માં સપોર્ટિવ એક્ટરની ભૂમિકા ભજવી હતી.

તેમણે "બાગી 3" માં ટાઇગર શ્રોફ સાથે સ્ક્રીન શેર કરી હતી. ચાહકોને અભિનેતાની રિયલ જોડી ખૂબ ગમે છે.

માનવ એક લોકપ્રિય ટીવી અભિનેતા છે. જોકે, એક સમય એવો હતો જ્યારે તે ચાર મહિના સુધી કામ વગર રહ્યો હતો.

માનવ ગોહિલની કુલ સંપત્તિ 28 કરોડ હોવાનો અંદાજ છે. આ તેમની લાંબી અને સફળ ટેલિવિઝન કારકિર્દીને કારણે છે,

"ધુરંધર" બોલિવુડની અપકમિંગ ફિલ્મ છે, જેમાં માનવ ગોહિલ મુખ્ય ભૂમિકામાં છે.

આ અભિનેતાએ ટીવી સિરીયલથી લઈ બોલિવુડ ફિલ્મોમાં મોટું નામ કમાયું છે. તેના ચાહકો પણ મોટી સંખ્યામાં છે.