શું Devoleena Bhattacharjeeના થઈ રહ્યા છે લગ્ન? હલ્દીના ફોટા આવ્યા સામે

|

Dec 14, 2022 | 9:54 AM

ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee) તેના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીની હલ્દી સેરેમનીની તસવીરો પણ સામે આવી છે.

શું Devoleena Bhattacharjeeના થઈ રહ્યા છે લગ્ન? હલ્દીના ફોટા આવ્યા સામે
devoleena Haldi Video

Follow us on

નાના પડદાની ગોપી વહુ દેવોલિના ભટ્ટાચાર્જી અવાર-નવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી તેના કામની સાથે-સાથે તેના અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. આ દરમિયાન દેવોલીનાની હલ્દીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. જેણે તેના ચાહકોને ખૂબ જ ચોંકાવી દીધા છે.

આ વાયરલ વીડિયો દેવોલિના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. વાસ્તવમાં દેવોલિના અને વિશાલે પોત-પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં બંને પીળાં કપડાં પહેરેલા જોવા મળે છે. બંનેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ,અહીં દેવોલીનાની હલ્દીની વિધિ થઈ રહી છે. જ્યાં વિશાલ તેના પર પ્રેમ વરસાવતો જોવા મળે છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

ફેન્સ કોમેન્ટ કરીને આપી રહ્યા છે અભિનંદન

એક્ટ્રેસના નજીકના અને ચાહકોએ પણ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં વિશાલ દેવોલીનાને હાથ વડે હળદર લગાવતો જોવા મળી રહ્યો છે. આ સાથે ફેન્સ પણ કોમેન્ટ કરીને તેને અભિનંદન આપી રહ્યા છે. આ તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ દરેક વ્યક્તિ વિચારી રહી છે કે, શું દેવોલિના ભટ્ટાચાર્જી ખરેખર લગ્ન કરવા જઈ રહી છે અને જો હા, તો શું તે વિશાલ સાથે લગ્ન કરી રહી છે?

વિશાલ સિંહ અને દેવોલિના ભટ્ટાચાર્જી રહે છે ચર્ચામાં

એક્ટ્રેસનો આ વીડિયો આવા સવાલોથી ભરેલો છે. તમને જણાવી દઈએ કે, વિશાલ સિંહ અને દેવોલિના ભટ્ટાચાર્જીના પ્રેમ સંબંધના સમાચાર અવાર-નવાર સામે આવે છે અને બંને અવાર-નવાર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસવીરો અને કોઝી વીડિયો શેર કરે છે. જો કે, બંનેએ ક્યારેય ખુલીને કહ્યું નથી કે બંને વચ્ચે શું છે. દેવોલિના શરૂઆતથી જ વિશાલને તેનો સારો મિત્ર કહે છે પણ હવે સત્ય શું છે. આ તો અભિનેત્રીના લગ્ન પછી જ ખબર પડશે.

Next Article