સલમાન ખાન પર વર્લ્ડ કપનો ફિવર, બિગ બોસના ઘરમાં ક્રિકેટની પીચ બનાવી

બિગ બોસના વીકેન્ડ કા વારમાં સલમાન ખાન ઘણી વખત ગુસ્સામાં જોવા મળ્યો છે. શોના હોસ્ટ સલમાન ઘણીવાર સ્પર્ધકોને ઠપકો આપતા નાદર પાસે આવે છે. જો કે, આ વીકએન્ડના વારમાં સલમાનની સાથે સાથે તેના પરિવારના સભ્યોને પણ વર્લ્ડ કપનો ફિવર ચઢવાનો છે. બિગ બોસના ઘરમાં ક્રિકેટની પીચ બનવા જઈ રહી છે.

સલમાન ખાન પર વર્લ્ડ કપનો ફિવર, બિગ બોસના ઘરમાં ક્રિકેટની પીચ બનાવી
| Edited By: | Updated on: Nov 19, 2023 | 9:28 AM

બોલિવુડના સુપર સ્ટાર સલમાન ખાન પોતાની ફિલ્મ ટાઈગર 3ની સાથે સાથે પોતાનો શો બિગ બોસને લઈને પણ ચર્ચામાં રહી લાઈમલાઈટમાં રહે છે. સલમાન ખાન વીકએન્ડમાં જોવા મળતી હોય છે. આ સમય દરમિયાન, સ્ટાર્સ ઘણીવાર તેમની ફિલ્મો અને ગીતોને પ્રમોટ કરતા જોવા મળે છે. બિગ બોસનું પ્લેટફોર્મ કોઈપણ પ્રમોશન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે આ શો જોનારા દર્શકોની સંખ્યા ઘણી વધારે છે.

સ્પર્ધકો પર વર્લ્ડકપનો ફિવર જોવા મળે

આ વચ્ચે મેકર્સે વીકએન્ડ કા વારનો એક નવો પ્રોમો શેર કર્યો છે. પ્રોમોમાં જોવા મળે છે કે, સલમાન ખાન સહિત શોના તમામ સ્પર્ધકો પર વર્લ્ડકપનો ફિવર જોવા મળે છે. પ્રોમોમાં સલમાન ખાન કહતા જોવા મળી રહ્યા છે કે, ક્રિકેટનો ફિવર બહાર એટલો જોવા મળે છે તો પછી આપણું ઘર કેમ પાછળ રહી જાય. ત્યારબાદ શોના હોસ્ટ બિગ બોસના ઘરના મેદાનમાં જ પીચ તૈયાર કરાવી દે છે. ખુદ અંદર જઈને ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે.

 

 

બિગ બોસના ઘરમાં ક્રિકેટનો માહોલ

સલમાનને આ રીતે ક્રિકેટ રમતા જોઈને ચાહકોખૂબ જ ખુશ છે. સુપરસ્ટારની સાથે શોના સ્પર્ધકો પણ પ્રોમોમાં બેટિંગ કરતા જોવા મળે છે. આ સિવાય દરેક લોકો ભારત-ભારતના નામની બૂમો પાડતા જોવા મળ્યા હતા. આ પ્રોમોને શેર કરતી વખતે કલર્સે કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે બિગ બોસના ઘરમાં ક્રિકેટનો માહોલ હશે ત્યારે ભારત-ભારતનો ઉત્સાહ જોવા મળશે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ખેલાડીઓને ઉત્સાહ સાથે શુભેચ્છા પાઠવવાની આ એક સરસ રીત છે.

તમને જણાવી દઈએ કે,સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 રિલીઝ થઈ છે. ફિલ્મના પહેલા દિવસે શાનદાર કલેક્શન કર્યું હતુ. ફિલ્મનો આંકડો દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે વર્લ્ડ કપનો ફિવર સલમાન ખાનની ફિલ્મ માટે ખતરો બની શકે છે. લોકો મેચ જોવાના ચક્કરમાં ફિલ્મ જોવા જશે નહિ.

આ પણ વાંચો : ઈશા અંબાણીના દીકરા દીકરીના જન્મદિવસની ઉજવણી, પાર્ટીમાં બોલિવૂડના અનેક સ્ટાર્સનો જમાવડો, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો