તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નાના પાટેકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ચાહકો આશ્ચર્યચકિત થાય

લોકપ્રિય ટીવી શો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા"ના લેટેસ્ટ એપિસોડે પીઢ અભિનેતા નાના પાટેકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જો કે આ એપિસોડ જોઈ ચાહકો ચોંકી ગયા હતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નાના પાટેકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ચાહકો આશ્ચર્યચકિત થાય
Image Credit source: AI
| Updated on: Oct 09, 2026 | 9:08 AM

ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના અચાનક નિધનના સમાચારથી આખો દેશ સ્તબધ થયો છે. 8 ઓક્ટોમ્બર 2026ના રોજ 75 વર્ષની ઉંમરમાં કાર્ડિયક અરેસ્ટના કાણે તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે. આ વચ્ચે ટીવીનો લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સ અને કલાકારોએ પણ આ મહાન કલાકારોને પોતાના ખાસ અંદાજમાં નમન કર્યું છે.

શોમાં બાઘાનું પાત્ર નિભાવનાર તન્મય વેકરિયાએ નાના પાટેકરને આઈકોનિક અંદાજમાં યાદ કરતા તેને ભાવુક શ્રદ્ધાજલિ આપી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થવા લાગી છે.

સોશિયલ મીડિયા પર ચાહકોનું રિએક્શન

જેવો શોનો આ એપિસોડ પ્રસારિત થાય છે. તેની સાથે જોડાયેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર સામે આવે છે. ચાહકો હેરાન રહી જાય છે. શોનું શૂટિંગ ખુબ સમય પહેલા થઈ જાય છે. ત્યારબાદ આ દિવસે નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપવાનો સીન જોઈ લોકો ચોંકી ગયા હતા. કેટલાક યુઝર્સે આના પર પ્રતિક્રિયા આપતા શોના વખાણ કર્યા હતા.

 

 

સમય થી આગળ છે, તારક મહેતા

સોશિયલ મીડિયા પર ચાહકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તેમને કઈ રીતે ખબર પડી કે,નાના પાટેકર રહ્યા નથી. તો બીજો યુઝર લખે છે.TMKOCએ ફરી એક વખત સાબિત કરી દીધું કે, તે સમય કરતા આગળ છે. જે આટલી જલ્દી શ્રદ્ધાંજલિ આપી છે. એક અન્ય ચાહકે મેકર્સનો આભાર માનતા લખ્યું આને કહેવાય રિયલ લાઈફ સીરિયલ, બાઘાના સીન કાંઈક અલગ હતો. પરંતુ પલભરમાં સ્થિતિની મુજબ બદલી દેવામાં આવ્યો હતો. ધન્યવાદ અસિત મોદી ભાઉ

પુણેમાં થયા અંતિમ સંસ્કાર

આ વચ્ચે નાના પાટેકરના અંતિમ સંસ્કાર મોડી સાંજે પુણેના ડોજે સ્થિત તેના ઘર પર કરવામાં આવ્યા હતા. અહી રીતિ-રીવાજની સાથે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમને વિદાય આપવા માટે તેનો પરિવાર અને નજીકના સંબંધીઓની સાથે સાથે ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીની તમામ મોટી હસ્તીઓ અને ચાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ટીવી પર આવતો સૌથી ફેમસ શો છે. તારક મહેતા સીરિયલના ચાહકો મોટી સંખ્યામાં છે.

પોરબંદરમાં જન્મેલા જેઠાલાલના રિયલ પરિવારને મળો, માતા અને ભાઈ છે ખુબ નજીક અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.