Breaking News : ‘રોડીઝ રિબર્થ’ OTT રિલીઝ તારીખ જાહેર, બે પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે, 3 નવા ગેંગ લીડર્સ જોડાયા

'રોડીઝ રિબર્થ'ની રિલીઝ ડેટ સામે આવી ચૂકી છે.હોસ્ટ તરીકે રણવિજય સિંહ 'OGs v/sNewGs'ના નવા ફોર્મેટની સાથે શોમાં ધમાલ મચાવશે. આ સીઝન નેટફ્લિક્સ અને જિયો હોટસ્ટાર પર એક સાથે રિલીઝ થશે.

Breaking News : રોડીઝ રિબર્થ OTT રિલીઝ તારીખ જાહેર,  બે પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે, 3 નવા ગેંગ લીડર્સ જોડાયા
| Updated on: Sep 28, 2026 | 10:50 AM

રોડીઝની એક નવી સીઝન સાથે વાપસી કરવા જઈ રહ્યું છે. મેકર્સે રોડીઝ રીબર્થ સાથે જોડાયેલી મહત્વની જાણકારી શેર કરી છે. જેમાં ચાહકો શું આશા રાખી શકે છે. આવનારી સીઝનમાં રણવિજય સિંહ હોસ્ટ તરીકે ફરી એન્ટ્રી કરશે. આ સાથે લાંબા સમયથી ચાલી રહેલા આ એડવેન્ચર રિયાલિટી શોના કોમ્પિટિશન ફોર્મેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવી સીઝન આ ફ્રેન્ચાઈઝી અનેક પ્રકારના ફેરફાર લઈને આવી છે. આ વખતે શોમાં 3 નવા અને 3 જૂના જજ સાથે જોવા મળશે. રોડિઝ રિબર્થની ઓટીટી ડેટ જાહેર થઈ ચૂકી છે. જે 2 ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.

રોડીઝ રિબર્થ ક્યાં અને ક્યારે જોઈ શકશો?

રણવિજય સિંહની એન્ટ્રી સાથે સાથે શોને ‘OGs v/sNewGs’ ફોર્મેટમાં તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 6 ગેંગ લીડર્સ અલગ અલગ ગેંગ લીડ બે અલગ અલગ ગ્રુપમાં હશે. જે બધી સીઝનમાં થતું આવ્યું છે. રોડિઝ રિબર્થ 16 ઓક્ટોમ્બરથી નેટફ્લિકસ અને જિયો હોટસ્ટાર પર એક સાથે સ્ટ્રીમ થશે. ચાહકો શુક્રવાર અને શનિવારની સાંજે 7 કલાકે આ શો જોઈ શકશે. પહેલી વખત છે. જ્યારે આ શોની સીઝન ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે. જેને ચાહકો ટેલીવિઝનની સાથે સાથે ઓટીટી પર પણ જોઈ શકશે.

 

 

 

રણવિજય સિંહની હોસ્ટ તરીકે એન્ટ્રી

રણવિજય સિંહ રોડીઝ રીબર્થના હોસ્ટ તરીકે એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ ફ્રેન્ચાઈઝીની સાથે તેનું કનેક્શન વર્ષો જુનું છે. આ માટે ચાહકો માટે તેની ઓળખ ખુબ મોટી છે. આવનાર સીઝનમાં સ્પર્ધકોને ફિઝિકલ ચેલેન્જ, કોમ્પિટિશન, એડવેન્ચર અને રિયાલિટી શોમાં આવનાર ડ્રામાનો અનુભવ મળશે. તમને જણાવી દઈએ કે, ગત્ત સીઝન એલ્વિશ યાદવની ટીમના કુશલ તંવર, ગુલ્લુએ જીતી હતી.

રોડીઝ રીબર્થ નવું ફોર્મેટ

રોડીઝ રીબર્થ એક નવા કોમ્પિટિશન ફોર્મેટ ‘OGs v/sNewGs’ પર આધારિત છે. પહેલી વખત 6 ગેંગ લીડર્સ રોડીઝનો ભાગ બનશે પરંતુ તે 6 અલગ અલગ ગેંગને લીડ કરશે નહી. 6 લીડર્સને બે ગ્રુપમાં રાખવામાં આવશે. OGs ટીમમાં નિખિલ ચિનપ્પા, નેહા ધૂપિયા અને પ્રિન્સ નરુલા સામેલ છે. જ્યારે NewGs ટીમમાં અભિષેક મલ્હાન,બાની જે અને બસીર અલી સામેલ છે.

લગ્ન પહેલા પ્રેગ્નેટ થઈ હતી અભિનેત્રી, ટીવી શોથી લઈ બોલિવુડમાં આપી ચૂકી છે હિટ ફિલ્મ, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.