Breaking News : સલમાન ખાનના શોમાં એલ્વિશ યાદવે રચ્યો ઈતિહાસ, અભિષેકને હરાવીને બન્યો Bigg Boss OTT 2નો વિજેતા, જુઓ Video

Bigg Boss OTT 2 Winner : બિગ બોસ ઓટીટી સીઝન 2 તેનો વિજેતા મળી ગયો છે. એલ્વિશ યાદવે આ સિઝનનો ખિતાબ જીત્યો છે. એલ્વિશ ઉપરાંત, સલમાન ખાનના શોના ફાઇનલિસ્ટ સ્પર્ધકોમાં અભિષેક મલ્હન, મનીષા રાની, બબિકા ધુર્વે અને પૂજા ભટ્ટનો સમાવેશ થતો હતો.

Breaking News : સલમાન ખાનના શોમાં એલ્વિશ યાદવે રચ્યો ઈતિહાસ, અભિષેકને હરાવીને બન્યો Bigg Boss OTT 2નો વિજેતા, જુઓ Video
bigg boss ott 2 winner-elvish yadav
Image Credit source: Jio Cinema
| Edited By: | Updated on: Aug 14, 2023 | 11:54 PM

Mumbai : બિગ બોસ OTT સીઝન 2, જે લગભગ છેલ્લા 2 મહિનાથી ચાલી રહી હતી, તેને આખરે તેનો વિજેતા મળ્યો છે. 14 ઓગસ્ટની રાત્રે ભવ્ય ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં વિજેતાના નામ પર પડદો ઊંચકાયો હતો. અને આ વખતે જનતાએ એલ્વિશ યાદવને (Elvish Yadav) તેમના વિજેતા તરીકે પસંદ કર્યા. જે બાદ તેને બિગ બોસની ચમકતી ટ્રોફી આપવામાં આવી હતી. આ સાથે તેને 25 લાખ રૂપિયા પણ મળ્યા.

જ્યારે 17 જૂનથી શોનું સ્ટ્રીમિંગ શરૂ થયું, તે સમયે કુલ 13 સ્પર્ધકો બિગ બોસ ઓટીટીના ઘરમાં જોડાયા હતા. જેમાંથી પુનીત સુપરસ્ટાર પ્રથમ સ્પર્ધક હતો જેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેની હરકતોને ટાંકીને, તેને 24 કલાકની અંદર શોમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો.  એક પછી એક બાકીના સ્પર્ધકો પણ બહાર નીકળતા ગયા.

આ પણ વાંચો : સાઉથ એક્ટર ઉપેન્દ્ર સામે FIR, લાઈવ સ્ટ્રીમિંગમાં દલિત સમુદાય માટે અભદ્ર ભાષાનો કર્યો હતો ઉપયોગ

 


અંતે, યુટ્યુબર એલ્વિશ યાદવ, ફુકરા ઇન્સાન ફેમ અભિષેક મલ્હાન, બિહારની સોશિયલ મીડિયા પ્રભાવક મનીષા રાની, બબીકા ધુર્વે અને બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટે ફિનાલેમાં સ્થાન મેળવ્યું. અને હવે બાકીના ફાઇનલિસ્ટને પાછળ છોડીને એલ્વિશ યાદવે આ સિઝનનું ટાઇટલ જીતી લીધું છે. સલમાન ખાને બિગ બોસ ઓટીટી ટ્રોફી તેને પોતાના હાથે આપી હતી.

આ પણ વાંચો :  Gadar 2 Income: ગદર 2નો જાદુ ચાલ્યો નહી ઉડ્યો ! PVR-Inoxએ 2 દિવસમાં 135 નહીં પણ 990 કરોડની કમાણી કરી નાખી

લોકોએ વધુમાં વધુ વોટ આપ્યા

દર્શકોના વોટિંગના આધારે બિગ બોસના વિજેતાની પસંદગી કરવામાં આવે છે. થોડા દિવસો પહેલા વોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં જનતાએ એલ્વિશ યાદવને સૌથી વધુ પસંદ કર્યો હતો અને તેને મોટી સંખ્યામાં વોટ આપ્યા હતા તેમજ બાકીના ફાઇનલિસ્ટ સ્પર્ધકો કરતાં વધુ વોટ આપ્યા હતા, ત્યારબાદ તેને આ સીઝનનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, પ્રથમ સીઝનની વિનર દિવ્યા અગ્રવાલ હતી.

આ પણ વાંચો :  Gadar 2 : બોબી દેઓલ સની દેઓલ સાથે થિયેટરમાં પહોંચ્યો, ઓડિયન્સ સાથે કર્યો ડાન્સ, જુઓ Video

જે હરીફાઈમાં સામેલ હતા

બિગ બો2માં એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન, મનીષા રાની, બબીકા ધ્રુવે, પૂજા ભટ્ટ અને પુનીત સુપરસ્ટાર, અવિનાશ સચદેવા, પલક પુરસ્વાની, નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા, આકાંક્ષા પુરી, જિયા શંકર, ફલક નાઝ, ઝાડ હદીદ, સાયરસ બ્રોચાનો સમાવેશ થાય છે. સ્પર્ધકોમાં. એલ્વિશ શરૂઆતથી જ આ શોનો ભાગ નહોતો, પરંતુ તેને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી હતી. તેની સાથે અભિનેત્રી આશિકા ભાટિયા પણ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક બની હતી. પરંતુ ફિનાલે પહેલા તે બેઘર થઈ ગઈ હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:42 pm, Mon, 14 August 23