
રિયાલિટી શો “બિગ બોસ 20” નું ઘર ફરી એકવાર વિવાદો અને વ્યક્તિગત હુમલાઓનઓ અખાડો બન્યું છે. શોના તાજેતરમાં રિલીઝ થયેલા પ્રોમોમાં ટેલિવિઝન અભિનેત્રી માહી વિજ અને સાથી સ્પર્ધક લવ ગિલ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ટક્કર જોવા મળી હતી.માહી વિજની પર્સનલ લાઈફ લગ્ન અને તેના પતિ જય ભાનુશાળીના વિષય પર થયેલી ઝઘડા દરમિયાન, માહી ગુસ્સે થઈ ગઈ. ખૂબ રડતી માહીએ લવ ગિલને કડક ચેતવણી આપી કે, તે તેના લગ્ન જીવન અથવા તેના પતિનું નામ ચિત્રમાં ન લાવે.
પ્રોમો મુજબ આ સમગ્ર વિવાદની શરુઆત મહી વિજ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી થઈ હતી. માહી વિજે ઘરના સભ્ય કાઝી તૌકીર અને મનીષ ગોયલની વાતચીત દરમિયાન લવ ગિલને હોમબ્રેકર કહ્યું હતુ. આ વાતચીત દરમિયાન લવગિલ ત્યાં હાજર હતી.પરંતુ જ્યારે લવને આ વાતની ખબર પડી તો તેમણે સીધું માહી વિજ સામે જઈ સવાલો ઉઠાવ્યા હતા. બંને વચ્ચે વિવાદ ગરમાયો હતો.
પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે, લવ ગિલ દ્વારા પર્સનલ સવાલ પુછવા પર માહી વિજ ખુબ પરેશાન થઈ જાય છે. માહી સ્પષ્ટ શબ્દોમાં લવને કહે છે, મારા છુટાછેડા વિશે વાત ન કર. આના પર પોતાને બચાવ કરતા લવ ગિલને જવાબ આપે છે. તેમણે મારા માટે એક વર્ડ બોલ્યો છે હોમબ્રેકર. લવના મોંઢામાંથી નીકળેલી પર્સનલ લાઈફ અને લગ્નની વાત સાંભળતા માહી વિજ ખુબ ઈમોશનલ થઈ જાય છે. રડતા રડતા ત્યાંથી દુર થાય છે. ગુસ્સામાં માહી પાછળ ફરી લવ ગિલને ચેતવણી આપતા કહે છે. મારા પતિને ક્યારેય વચ્ચે લાવતી નહી બાકી હું તને કાપી નાંખીશ. માહીની આ પ્રતિક્રિયાથી સ્પષ્ટ થાય છે કે, તેની પર્સનલ લાઈફ અને લગ્ન સાથે જોડાયેલા મુદ્દા પર તેને ખુબ દુખ થાય છે.
આ હાઇ-વોલ્ટેજ ડ્રામા એક ટાસ્ક દરમિયાન બન્યો જ્યાં સ્પર્ધકો એકબીજાને પ્રશ્નો પૂછી રહ્યા હતા. પ્રોમોમાં માહી વિજ એક ખાસ સાધન પહેરેલી અને ઘરના અન્ય સભ્યો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જ્યારે માહી વિજે શરત લગાવી કે તે તેના પર્સનલ લાઈફ અને છૂટાછેડા વિશે ચર્ચા નહીં કરે, ત્યારે ઘરના અન્ય સભ્યોએ પણ તેને પ્રશ્નો પૂછ્યા. ઘરના સભ્યોએ માહીને પડકાર ફેંક્યો, અને પૂછ્યું કે જ્યારે તેમણે પોતે લવ ગિલના પર્સનલ લાઈફ વિશે “હોમબ્રેકર” જેવી વ્યક્તિગત ટિપ્પણીઓ કરી હતી, ત્યારે તે કોઈ તેના છૂટાછેડા અથવા લગ્ન વિશે ચર્ચા ન કરે તેવી આશા કેવી રીતે રાખી શકે. આગામી એપિસોડ આ વિવાદના વળાંકો અને બંને વચ્ચેની કડવાશનો અંત આવશે કે નહીં તે જાહેર કરશે.