AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 20 : ગુલ્લુ અને નકુલ ધુલની લડાઈ પર એલ્વિશ યાદવનું આવ્યું રિએક્શન, કહ્યું નિયમો બદલાઈ ગયા

એલ્વિશ યાદવ પોતે બિગ બોસ ઓટીટી 2 ના વિજેતા રહી ચૂક્યો છે. હવે એલ્વિશએ ગુલ્લુ અને નકુલ વચ્ચેની લડાઈ પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને એક પ્રશ્ન પણ ઉઠાવ્યો છે.

Bigg Boss 20 : ગુલ્લુ અને નકુલ ધુલની લડાઈ પર એલ્વિશ યાદવનું આવ્યું રિએક્શન, કહ્યું નિયમો બદલાઈ ગયા
| Updated on: Oct 14, 2026 | 2:36 PM
Share

રિયાલિટી શો બિગ બોસમાં છેલ્લા કેટલાક દિવસથી ખુબ ઝધડા જોવા મળી રહ્યા છે. આ લડાઈ ગુલ્લુ અને નકુલ ધુલ વચ્ચે થઈ હતી. જે એટલી વધી ગઈ હતી કે, બંને હાથ ઉઠાવી રહ્યા હતા. નાની વાતથી શરુ થયેલી લડાઈ ખુબ ખતરનાક મોડ પર આવી હતી. ગુલ્લુએ નકુલને ધક્કો માર્યો હતો. નકુલે ગુલ્લુનો કોલર પકડી હવામાં ઉઠાવ્યો હતો. ઘરમાં માહી, યંગ આસિફ સહિત અનેક લોકોએ ગુલ્લુનો સપોર્ટ કર્યો હતો. બંનેની લડાઈ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ વચ્ચે એલવિશ યાદવનું રિએક્શન પણ સામે આવ્યું છે.

એલ્વિશ યાદવ જે એમટીવીના શો રોડિઝમાં ગુલ્લુનો ગેંગ લીડર હતો. ગુલ્લુ આ શોનો વિજેતા બન્યો હતો. ગુલ્લુ અને એલ્વિશ વચ્ચે સારું બોન્ડિગં છે. તે ગુલ્લુને ખુબ સપોર્ટ કરે છે. હવે બિગ બોસમાં નકુલ અને ગુલ્લુની લડાઈ પર એલ્વિશે પોતાનું મંતવ્ય આપ્યું છે. તેમજ બિગ બોસ પર સવાલો ઉભા કર્યા છે.

ગુલ્લુ-નકુલની લડાઈ પર એલ્વિશ યાદવે શું કહ્યું

એપિસોડ જોયા પછી એલ્વિશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આટલા સમય પછી બિગ બોસ જોયું. નિયમો બદલાયા. હવે કદાચ જે માર ખાય રહ્યો છે તેને બહાર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પ્રોમો સામે આવ્યો છે. તે બાદ સતત ચર્ચાઓ ચાલી રહી છે. નકુલ ધુલને બહાર કરી દેવામાં આવ્યો છે. વીડિયોમાં નકુલ સોફા પર જોવા મળી રહ્યો છે. એલ્વિશની પોસ્ટમાં એવું લાગે છે કે એલ્વિશ નકુલ ધુલને ટેકો આપી રહ્યો છે.

શું નકુલ ધુલ બિગ બોસ 20માંથી બહાર થશે?

ગુલ્લુ સાથેના આ ઝઘડા બાદ, હવે બધાની નજર 14 ઓક્ટોબર, બુધવારના રોજ પ્રસારિત થનારા એપિસોડ પર છે. બિગ બોસના ઘરમાં શારીરિક હિંસાની પરવાનગી નથી. તેથી, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, નકુલને શોમાંથી બહાર કરવામાં આવશે. જોકે, TV9 હિન્દી ડિજિટલ દ્વારા પ્રાપ્ત સૂત્રો અનુસાર, નકુલ ધુલને શોમાંથી બહાર કરવામાં આવ્યો નથી અને બિગ બોસ 20 માં તેની સફર હજુ પણ ચાલુ છે.

રોડિઝ અને MTV સ્પ્લિટ્સવિલાનો વિજેતા Big Boss 20ના સ્પર્ધક ગુલ્લુનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">