Bigg Boss 19 : આઉટ ઓફ કંટ્રોલ થઈ કુનિકા, ગુસ્સામાં અભિનેત્રીએ અભિષેકને આપ્યો શ્રાપ, કહ્યું- ‘હું તારી માતાને શ્રાપ આપું છું’

બિગ બોસ 19ના ઘરમાં રાશન ટાસ્કમાં ઘરનો માહૌલ ગરમાયો હતો. પહેલા અમાલે તાન્યા મિત્તલને રડાવી, તો ત્યારબાદ કુનિકા અને અભિષેક વચ્ચે લડાઈ જોવા મળી હતી. જેમાં કુનિકાએ અભિષેકની માતાને શ્રાપ આપ્યો હતો.

Bigg Boss 19 : આઉટ ઓફ કંટ્રોલ થઈ કુનિકા, ગુસ્સામાં અભિનેત્રીએ અભિષેકને આપ્યો શ્રાપ, કહ્યું- હું તારી માતાને  શ્રાપ આપું છું
| Updated on: Nov 05, 2025 | 2:51 PM

બિગ બોસ 19માં આજે થનારા રાશન ટાસ્કમાં ધમાલ મચતી જોવા મળશે. ઘરના સભ્યો વચ્ચે ઝગડો જોવા મળ્યો હતો. કુનિકા સદાનંદા અને અભિષેક બજાજ વચ્ચે અનોખી લડાઈ જોવા મળી હતી. બંન્નેની લડાઈ તુ-તડાકા પર પહોંચી હતી. ગુસ્સામાં કુનિકા સદાનંદ કહે છે કે, તારી માતાને શ્રાપ આપું છે. પ્રોમોમાં જોઈ શકાય છે કે, ઘરની અંદર રાશન ટાસ્કમાં માહોલ ગરમાયો હતો.

રાશન ટાસ્કમાં બગડ્યો ઘરનો માહોલ

આ અઠવાડિયે રાશન ટાસ્કમાં ઘરના સભ્યોને બિગ બોસ સ્ટેટમેન્ટ લખી આપશે. આ સ્ટેટમેન્ટમાં જે ફીટ બેસશે. તેનો ફોટો આ સ્ટેટમેન્ટને સામને લગાવશે. પહેલા અમાલ પોતાના સ્ટેટમેન્ટમાં તાન્યાનું નામ લખે છે. કુનિકા તેના સ્ટેટમેટમાં અભિષેક બજાજનું નામ લે છે. ત્યારબાદ અભિષેક અને કુનિકા વચ્ચે શાનદાર લડાઈ જોવા મળે છે.

 

 

કુનિકાએ કહ્યું તે ગુંડી છે

કુનિકા અભિષેક બજાજને જવાબ આપતા કહે છે કે, તે,કાકી,દાદી,નાની જ નહી પરંતુ ગુંડી છે. અભિષેક કહે છે કે, અમે પણ ગુંડા છીએ. રસોડામાં કુનિકા અભિષેકને કહે છે કે, તે નમક ખાધું છે. જેના પર અભિષેક કહે છે કે, નમકથી નગેટિવીટી દુર થાય છે.

ત્યારબાદ વીડિયોમાં જોવા મળે છે કે, કુનિકા અભિષેકને કહે છે કે, તે મને તુ કહીને બોલાવી છે. આ સભ્યતા છે તારી . ત્યારબાદ કુનિકા કહે છે કે, હું શ્રાપ આપું છું તારી માતાને કોઈ તું કહીને બોલાવશે ત્યારે તું સાંભળજે. બિગ બોસ 19માં કુનિકા સદાનંદે અભિષેક બજાજ અને અશ્નૂર કૌરની ઉંમરની મજાક ઉડાવી હતી. તેમણે તાન્યા, નીલમ અને ફરહાનાને કહ્યું હતું કે, તેમની વચ્ચે ઉંમરનો તફાવત તેના અને તેના પુત્ર વચ્ચેના ઉંમરના તફાવત જેટલો જ છે.

 

બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે અહી ક્લિક કરો