બિગ બોસ 187 ગ્રાન્ડ ફિનાલે પહેલા સલમાન ખાને આ સીઝનની ટ્રોફીની પહેલી ઝલક દેખાડી છે. આ વર્ષની ટ્રોફીની ડિઝાઈન જોઈ તમને બિગ બોસ સીઝન 13ની યાદ આવી જસે.હવે શોના વિજેતા પહેલા ટ્રોફી ચર્ચામાં આવી છે. મેકર્સે બિગ બોસના ચાહકોને ચમચમાતી ટ્રોફીની ઝલક પણ દેખાડી છે તેમજ શોના ફાઈનલિસ્ટમાં કરણ વીર મહેરા, વિવિયન ડીસેના, અવિનાશ મિશ્રા, ચુમ દરાંગ, શિલ્પા શિરોડકર, રજત દલાલ અને ઈશા સિંહ વધ્યા છે.
બિગ બોસ 18 ફિનાલે વીક ચાલીરહ્યું છે. જેમાં 23 સ્પર્ધકોમાંથી હવે માત્ર 7 જ સ્પર્ધકો શોના છેલ્લા વીક સુધી પહોંચ્યા છે. શો પોતાના ગ્રાન્ડ ફિનાલેથી હવે માત્ર 6 દિવસનો સમય બાકી રહ્યો છે. 19 જાન્યુઆરીના રોજ આ સીઝનનો વિજેતા મળી જશે. આ વચ્ચે બિગ બોસના મેકર્સે ટ્રોફીની પેહલી ઝલક શેર કરી ચાહકોની જુની યાદો તાજા કરી છે. બિગ બોસ 18ની ટ્રોફી જોઈને લોકોને સિદ્ધાર્થ શુકલાની યાદ આવી ગઈ છે. બિગ બોસ સીઝન 13માં સિદ્ધાર્થને આવી જ ટ્રોફી આપવામાં આવી હતી.
19 જાન્યુઆરી 2025ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે, આ દિવસે બિગ બોસ સીઝન 18નો ફિનાલે છે, તેમજ વિજેતાની જાહેરાત પણ થશે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સલમાન ખાન કહી રહ્યા છે કે, વર્ષનો સૌથી મોટો ફિનાલે 19 જાન્યુઆરીની રાત્રે થવાનો છે. આ વીડિયોમાં ટ્રોફીની ઝલક જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, બિગ બોસ 18ની ટ્રોફી જીતનાર સ્પર્ધકને 50 લાખ રુપિયાની પ્રાઈઝ મની મળશે.
બિગ બોસ 18નો ગ્રાન્ડ ફિનાલે 19 જાન્યુઆરી 2025ના પ્રાઈમ-ટાઈમ સ્લોટમાં રાત્રે 9:30 કલાકે છે. જે અંદાજે 3 કલાક સુધી ચાલશે. આ શોનો ગ્રાન્ડ ફિનાલે તમે 19 જાન્યુઆરીની રાત્રે કલર્સ ટીવીની સાથે સાથે જિયો સિનેમા એપ પર પણ જોઈ શકો છો.