બિગ બોસ 17: સુશાંત સિંહ રાજપૂતના મોતના સાડા ત્રણ વર્ષ બાદ અંકિતા લોખંડેએ કર્યો આ મોટો ખુલાસો

'બિગ બોસ 17'ના ઘરમાં અંકિતા લોખંડે અને મુનાવર ફારૂકી ખૂબ સારા મિત્રો બની ગયા છે. બંને ઘણીવાર એકબીજા સાથે દિલના વિચારો શેર કરતા જોવા મળે છે. હાલમાં જ બિગ બોસના ઘરમાં અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતાં મુનાવર ફારૂકી સામે એક મોટો ખુલાસો કર્યો હતો.

બિગ બોસ 17: સુશાંત સિંહ રાજપૂતના મોતના સાડા ત્રણ વર્ષ બાદ અંકિતા લોખંડેએ કર્યો આ મોટો ખુલાસો
Sushant Singh Rajput - Ankita Lokhande
Image Credit source: Social Media
| Updated on: Dec 25, 2023 | 11:53 PM

ટીવીની ફેમસ એક્ટ્રેસ અંકિતા લોખંડે ઘણીવાર ‘બિગ બોસ સીઝન 17’ના ઘરમાં તેના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરતી જોવા મળે છે. પોતાની જૂની યાદોને યાદ કરતા અંકિતા ઘણી વખત ખૂબ જ ભાવુક થઈ ગઈ છે. સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ 17’ના લેટેસ્ટ એપિસોડમાં અંકિતા મુનાવર ફારૂકીની સામે સુશાંત સિંહ રાજપૂત અને તેના પિતાને યાદ કરતી જોવા મળી હતી, આ બંને દુનિયામાં તેને એકલી મૂકીને જતા રહ્યા. આ દરમિયાન અંકિતાએ વધુ એક મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે તે સુશાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માંગતી ન હતી.

જ્યારે મુનાવર ફારૂકીએ અંકિતાને પૂછ્યું હતું કે, તને તો ખબર જ હશે સુશાંત સાથે શું થયું. પરંતુ અંકિતાએ મુનાવરને રોકીને કહ્યું કે હા, પણ હું તેના વિશે વાત કરવા માંગતી નથી, પરંતુ અંકિતાએ મુનાવરને કહ્યું, “આજે પણ એ કહેવું મુશ્કેલ છે કે સુશાંત ત્યાં હતો. હું તેના અંતિમ સંસ્કારમાં જવા માંગતી ન હતી. પછી વિકીએ મને સમજાવી. તે પહેલી વાર હતું જ્યારે મેં કોઈ નજીકની વ્યક્તિને ગુમાવી હતી.

વિકીના સમજાવ્યા બાદ અંકિતાએ લીધો નિર્ણય

મુનાવર સાથે વાત કરતી વખતે અંકિતાએ કહ્યું કે હું સુશાંતને આવી હાલતમાં જોઈ શકતી નથી . પરંતુ વિકી (અંકિતાનો પતિ) પણ સુશાંત સિંહ રાજપૂતનો મિત્ર હતો. તેને કહ્યું કે મારે તેને અંતિમ વિદાય આપવી જોઈએ. સુશાંત પછી અંકિતા તેના પિતાની યાદોમાં ખોવાઈ ગઈ. બિગ બોસમાં આવવાના થોડા દિવસ પહેલા જ અંકિતાના પિતાનું અવસાન થયું હતું. તેમને યાદ કરતાં અંકિતાએ કહ્યું કે હું મારા પિતા સાથે બિગ બોસ વિશે વાત કરતી હતી, અમે આ નક્કી કર્યું હતું… પરંતુ અંકિતા આગળ બોલી શકી નહીં અને તેની આંખો ફરી એકવાર આંસું આવી ગયા. ત્યારબાદ મુનાવરે તેનું ધ્યાન રાખ્યું અને અંકિતાને પ્રોત્સાહિત કરી.

આ પણ વાંચો: કરોડોની કમાણી કરનાર કાર્તિક આર્યન પોતાની ઈચ્છા મુજબ કાર પણ ખરીદી નથી શકતો, રેસ્ટોરન્ટના બિલ પર પણ ઉભા થાય છે સવાલો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:24 pm, Tue, 21 November 23