
Baseer Ali News: બિગ બોસ 19 માંથી બહાર નીકળ્યા પછી, બસીર અલી ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે કારણ કોઈ રિયાલિટી શો નથી પરંતુ લોકપ્રિય સુપરનેચરલ ડ્રામા “નાગિન 7” છે. સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ રહી હતી કે, બિગ બોસ 19 માંથી વહેલા બહાર નીકળવાના બદલામાં નિર્માતાઓએ નાગિન 7માં મુખ્ય ખલનાયકની ભૂમિકા માટે તેમનો સંપર્ક કર્યો હતો. જોકે, ટીવી9 ડિજિટલ સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં બસીર અલીએ એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.
બિગ બોસના ઘરમાંથી બહાર નીકળ્યા પછી જ્યારે બસીર અલીને નાગિન 7 વિશે પૂછ્યું, ત્યારે બસીર અલીએ કહ્યું, “હા, મેં એવી ખબર સાંભળી છે કે હું નાગિન 7માં નેગેટિવ મુખ્ય ભૂમિકા ભજવીશ. પરંતુ નિર્માતાઓ દ્વારા હજુ સુધી મારો સંપર્ક કરવામાં આવ્યો નથી. હાલ માટે આ ફક્ત અટકળો છે.”
ફક્ત બસીર જ નહીં પરંતુ નાગિન 7 ની નજીકના એક સૂત્રએ પણ બસીર અલીની એન્ટ્રીના સમાચારને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. તેઓએ કહ્યું કે બસીર અલી ‘નાગિન 7’ નથી કરી રહ્યા અને આ સમાચાર માત્ર એક અફવા છે.
ખરેખર બિગ બોસ 19માંથી નેહલ ચુડાસમા સાથે બસીરનું ડબલ એવિક્શન તેના ચાહકો માટે આઘાતજનક હતું. તેની વધતી જતી લોકપ્રિયતા અને બ્રાન્ડ વેલ્યુને જોતાં બસીરના કેટલાક ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે નિર્માતાઓએ તેને નાગિન માટે શોમાંથી દૂર કરી દીધો છે.
અંકિત ગુપ્તા અને ગૌતમ વિગને બિગ બોસ 16 માંથી બહાર નીકળ્યા પછી કલર્સ ટીવી દ્વારા “જુનૂનિયત” ઓફર કરવામાં આવી હતી. બિગ બોસ પછી કલર્સ ટીવીની સૌથી મોટી સિરિયલ, “નાગિન”, એકતા કપૂરનો શો છે, જે નવેમ્બરમાં પ્રસારિત થવાનો છે. બસીરે તેની અભિનય કરિયર એકતા કપૂરની “કુંડળી ભાગ્ય” થી શરૂ કરી હતી અને આ જ કારણ છે કે તેના ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે બસીર “નાગિન” માં જોવા મળશે.
બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે, જેના કારણે તેની ફેન ફોલોઈંગ ઘટવાને બદલે દર વર્ષે વધી રહી છે. બિગ બોસની શરૂઆત મૂળ હિન્દી ભાષામાં કરવામાં આવી હતી અને ત્યારબાદ કન્નડ , બંગાળી , તમિલ , તેલુગુ , મરાઠી અને મલયાલમ સહિત સાત ભારતીય ભાષાઓમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે .વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.