
ટીવીનો સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગ બોસ 19માં દરરોજ અવનાવા ડ્રામા જોવા મળે છે. ફરી એક વખત ઘરમાં મોટો ટ્વિસ્ટ જોવા મળ્યો છે. બસીર અલી અને નેહલ ચુડાસમાના એવિક્શન બાદ ઘરમાં એક મોટી રમત રમાઈ છે. અશનૂર કૌર અને અભિષેક બજાજે ઘરનો મહત્વનો નિયમ તોડ્યો છે. જેની સજા અશનુર અને અભિષેક સિવાય આખા ઘરે ભોગવવી પડી છે. મેકર્સે નવો પ્રોમો જાહેર કર્યો છે. જેમાં ગૌરવ ખન્ના અશનુર અને અભિષેક માટે આખું ઘર લડી રહ્યું છે. તો ચાલો જોઈએ આખો મામલો શું છે?
બિગ બોસના મેકર્સે નવો પ્રોમો જાહેર કર્યો છે. જેમાં તમામ ઘરવાળા એસેબલી રુમમાં અશનુર અને અભિષેકની ભૂલ પર વાત કરતા જોવા મળી રહ્યા છે. પ્રોમોમાં કુનિકા સદાનંદ બંન્નેને ખોટા ગણાવી રહ્યા છે. તેમજ સજાની વાત કહે છે. આના પર ગૌરવ કુનિકા સાથે લડે છે. ગૌરવ કહે છે કે, એક ભૂલ તો માફ કરવી જોઈએ. સજા સંભળાવવી ભૂલ હશે. ગૌરવના આ નિવેદન પર અમાલ મલિક અને શહબાઝ બદેશા પણ લડી રહ્યાછે. તેમજ અશનુર અને અભિષેકને એસેબલી રુમમાં બહાર બેસતા જોવા મળ્યા હતા.
#BiggBoss19 Promo: Gaurav Khanna lade pure ghar se Abhishek aur Ashnoor ke liye pic.twitter.com/jAoaG6wEe3
— BBTak (@BiggBoss_Tak) October 26, 2025
તમને જણાવી દઈએ કે, અશનુર અને અભિષેકે ઘરનો મહત્વનો નિયમ તોડ્યો છે. જેમાં નોમિનેશન વિશે વાત કરી હતી. જેનાથી બિગ બોસ ખુબ નારાજ થયા હતા. તેમણે ઘરના કેપ્ટન મૃદુલ તિવારીને આના પર નિર્ણય માંગ્યો હતો. ત્યારબાદ એસેબલી રુમાં બેસેલા ઘરના સભ્યો વચ્ચે આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. તેમજ મુદુલે બંન્નેને સજા આપવાનો નિર્ણય લીધો હતો. હવે બિગ બોસે પોતાની રમત રમી અને અશનુર અને અભિષેક સિવાય તમામ ઘરના સભ્યોને નોમિનેટ કર્યા હતા.
‘વીકેન્ડ કા વાર’ માં ડબલ એક્ઝિક્યુશન થયું, જેનાથી બધા ચોંકી ગયા. બસીર અલી અને નેહલ ચુડાસમાને એક્ઝિક્યુટ કરવામાં આવ્યા.