
ટીવીની દુનિયામાં કેટલાક Show એવા છે, જેની સાથે દર્શકોનો વર્ષો જૂનો લગાવ છે. ‘કૌન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati) પણ એવો જ એક શો છે, જેને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાની ખાસ અંદાજવાળી હોસ્ટિંગથી લાંબા સમયથી દર્શકો વચ્ચે લોકપ્રિય બનાવી રહ્યા છે. શોમાં આવતા કન્ટેસ્ટન્ટ્સ, તેમને પૂછાતા સવાલો અને અમિતાભ બચ્ચન સાથેની તેમની વાતચીત દર્શકોને ખૂબ પસંદ આવે છે.
આ જ કારણ છે કે, શોના નવા એપિસોડ્સની રાહ જોવામાં આવે છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી શોના પ્રસારણ અને શૂટિંગ સાથે જોડાયેલી ગતિવિધિઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ચેનલ પર જૂના એપિસોડ્સ બતાવવામાં આવી રહ્યા છે અને હવે તેની પાછળનું કારણ સામે આવ્યું છે.
અમિતાભ બચ્ચન એકવાર ફરીથી પોતાના Show કૌન બનેગા કરોડપતિને લઈને ચર્ચામાં આવી ગયા છે. આનું કારણ અમિતાભ બચ્ચન સાથે જોડાયેલું એક અપડેટ છે. IANS ના રિપોર્ટ મુજબ, અમિતાભ બચ્ચનની તબિયત સારી નથી. આ જ કારણથી શોના મેકર્સે હાલ નવા એપિસોડનું શૂટિંગ રોકી દીધું છે. આ દરમિયાન ચેનલ દિવાળી સ્પેશિયલ વીક અંતર્ગત કેટલાક અઠવાડિયા જૂના એપિસોડ ફરીથી ટેલિકાસ્ટ કરી રહી છે. આ એપિસોડમાં સેલિબ્રિટી મહેમાનો નજરે પડ્યા હતા.
સૂત્રએ જણાવ્યું કે, શો માટે છેલ્લો સેલિબ્રિટી એપિસોડ રણબીર કપૂર (Ranbir Kapoor), સાઈ પલ્લવી (Sai Pallavi) અને રવિ દુબે (Ravi Dubey) સાથે શૂટ કરવામાં આવ્યો હતો. ત્રણેય પોતાની આવનારી ફિલ્મ ‘રામાયણ’ (Ramayana) ના પ્રમોશન માટે ક્વિઝ શોમાં પહોંચ્યા હતા.
સૂત્રના જણાવ્યા મુજબ, ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટવાળો આ એપિસોડ પહેલા ફિલ્મની રિલીઝની આસપાસ ટેલિકાસ્ટ કરવાની યોજના હતી. જો કે, અમિતાભ બચ્ચનની તબિયતને જોતા આખો પ્લાન બદલવો પડ્યો. ચેનલે રામાયણના એપિસોડને ફિલ્મની રિલીઝ સુધી રોકી રાખવાના બદલે છેલ્લા અઠવાડિયે દિવાળી સ્પેશિયલ વીકની શરૂઆત આ જ એપિસોડથી કરી.
હવે અપેક્ષા છે કે, આવતા અઠવાડિયાથી શોનું શૂટિંગ ફરીથી શરૂ થઈ શકે છે. જો કે, આ સંપૂર્ણપણે અમિતાભ બચ્ચનની તબિયત પર નિર્ભર કરશે. સૂત્રએ કહ્યું, ‘આશા છે કે… આવતા અઠવાડિયાથી શૂટિંગ ફરી શરૂ થશે. હવે આવું ત્યારે જ થશે, જ્યારે અમિતાભણી તબિયત સંપૂર્ણ સ્વસ્થ અને હેલ્ધી હોય.’