TMKOC : તારક મહેતાની સિરિયલમાં કામ કરી ચુકેલા એક્ટરનું 40 વર્ષની વયે નિધન, સિરિયલથી મળી હતી ખ્યાતિ

|

Jan 14, 2023 | 1:35 PM

Sunil Holkar Passed Away : સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા સુનીલ હોલકરનું 40 વર્ષની વયે અવસાન થયું છે. સુનીલ લીવર સોરાયસીસથી પીડિત હતો. તેણે છેલ્લે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ 'ગોશ્ટ એકા પૈઠાણીચી'માં કામ કર્યું હતું.

TMKOC : તારક મહેતાની સિરિયલમાં કામ કરી ચુકેલા એક્ટરનું 40 વર્ષની વયે નિધન, સિરિયલથી મળી હતી ખ્યાતિ
40 વર્ષના અભિનેતા સુનીલ હોલકરનું અવસાન

Follow us on

Sunil Holkar Passed Away : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તેમજ અનેક હિન્દી અને મરાઠી ટીવી સિરિયલોથી દર્શકોનું મનોરંજન કરનારા અભિનેતા સુનીલ હોલકરનું નિધન થયું છે. તેઓ 40 વર્ષના હતા. તેના પરિવારમાં તેની માતા, પિતા, પત્ની અને બે બાળકો છે. તેણે છેલ્લે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ‘ગોશ્ટ એકા પૈઠાણીચી’માં કામ કર્યું હતું. તેઓ નાટકો, ફિલ્મો અને ટીવી સિરિયલો ત્રણેય માધ્યમો દ્વારા દર્શકોનું મનોરંજન કરતા હતા.

લીવર સોરાયસીસથી પીડિત હતા

શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?
Plant in pot : ગુલાબનો છોડ સુકાઈ રહ્યો છે ? આ સરળ ટીપ્સ અપનાવો ફુલ નહીં ખુટે

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુનીલ છેલ્લા કેટલાક દિવસોથી લીવર સોરાયસીસથી પીડિત હતો. તેણે સારવાર પણ શરૂ કરી હતી, પરંતુ શુક્રવારે 13 જાન્યુઆરીએ તેનું મૃત્યુ થયું હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં તેનું પાત્ર દર્શકો આજે પણ યાદ કરે છે.

આ પણ વાંચો : દિશા વાકાણી કરતા વધુ બોલ્ડ છે નવા દયાબેન, ટૂંક સમયમાં TMKOC માં આ એક્ટ્રેસ કરશે એન્ટ્રી?

મિત્રને વોટ્સએપ સ્ટેટસ પર તેનો છેલ્લો સંદેશ શેર કરવા કહ્યું હતું

સુનિલને તેના મૃત્યુનો અહેસાસ થઈ ગયો હતો. એટલા માટે તેણે તેના મિત્રને વોટ્સએપ સ્ટેટસ પર તેનો છેલ્લો સંદેશ શેર કરવા કહ્યું, જ્યાં તેણે લખ્યું કે, ‘આ તેની છેલ્લી પોસ્ટ છે’. દરેકને ગુડબાય કહેતા પહેલા તે તેને મળેલા પ્રેમ માટે આભાર કહેવા માંગે છે અને જો તેની ભૂલ થઈ હોય તો તે માફી માંગે છે અને તેનો મિત્ર તેના વતી આ સંદેશ પોસ્ટ કરી રહ્યો છે.

અભિનેતા અને વાર્તાકાર તરીકે જાણીતા હતા

સુનીલ હોલકરે અશોક હાંડેની ચૌરાંગ નાટ્ય સંસ્થામાં ઘણાં વર્ષો સુધી કામ કર્યું. તેઓ ખાસ કરીને અભિનેતા અને વાર્તાકાર તરીકે જાણીતા હતા. તેમણે 12 વર્ષથી વધુ સમય સુધી થિયેટર દ્વારા રંગભૂમિની સેવા કરી. સુનીલે માત્ર 40 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. સુનીલ હોલ્કરનું નિધન ચાહકો માટે મોટા આંચકા સમાન છે.

Published On - 8:19 am, Sat, 14 January 23

Next Article