Team RRR in Jaipur : એસએસ રાજામૌલી, જુનિયર NTR અને રામચરણ સાથે પહોંચ્યા જયપુર,જાણો શું છે કારણ ?

|

Mar 22, 2022 | 7:17 AM

એસએસ રાજામૌલીએ  18-22 માર્ચ દરમિયાન ફિલ્મના પ્રમોશન માટે દેશના મોટા સંભવિત બજારોની મુલાકાત લેવાનુ આયોજન કર્યુ છે,ત્યારે આજે પ્રમોશનનો છેલ્લો દિવસ છે.

Team RRR in Jaipur : એસએસ રાજામૌલી, જુનિયર NTR અને રામચરણ સાથે પહોંચ્યા જયપુર,જાણો શું છે કારણ ?
Team RRR reached at jaipur

Follow us on

Team RRR in Jaipur : એસએસ રાજામૌલીની(S S Rajamouli)  ફિલ્મ ‘RRR’ની ટીમ (RRR Team ) તેની રિલીઝ પહેલા દેશભરના વિવિધ શહેરોનો પ્રવાસ કરી રહી છે.મોસ્ટ અવેટેડ ફિલ્મના મલ્ટિ-સિટી ટૂર પ્રમોશન દરમિયાન, જુનિયર એનટીઆર,(Junior NTR) રામ ચરણ(Ram Charan) અને નિર્દેશક એસએસ રાજામૌલી સાથે ‘RRR’ ની ટીમનું આગલું સ્ટોપેજ જયપુર હતુ, જ્યાં તેઓ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.આ પહેલા ટીમે અમૃતસરમાં સુવર્ણ મંદિરની  (Amritsar Golden Temple)મુલાકાત લીધી હતી.

તમને જણાવી દઈએ કે બેંગ્લોર, હૈદરાબાદ અને દુબઈ પછી, ‘RRR’ ના ડિરેક્ટર એસએસ રાજામૌલી, અભિનેતા જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે વડોદરામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઑફ યુનિટીની (Statue Of Unity) મુલાકાત લીધી હતી.તે સાથે ભારતમાં આ સ્મારકની મુલાકાત લેનારી પ્રથમ ફિલ્મ બની હતી. તાજેતરમાં,જયપુર મુલાકાતના ચિત્રો અને વીડિયો નિર્માતા દ્વારા શેર કરવામાં આવ્યા હતા, જે ઇન્ટરેક્શન ઇવેન્ટની ઝલક આપે છે.

આજે પ્રમોશનનો છેલ્લો દિવસ

ભરચક ઓડિટોરિયમથી લઈને કૉલેજના વિદ્યાર્થીઓમાં ઉર્જા અને ઉત્સાહ સુધી,RRR ટીમે ઈવેન્ટને શાનદાર બનાવી હતી. આમ હૈદરાબાદ, બેંગ્લોર, વડોદરા, દિલ્હી, અમૃતસર, જયપુર, કોલકાતા અને વારાણસીથી લઈને દુબઈ સુધી, નિર્માતાઓએ જોરશોરથી ફિલ્મનુ પ્રમોશન કર્યું છે. તમને જણાવી દઈએ કે, એસએસ રાજામૌલીએ  18-22 માર્ચ દરમિયાન ફિલ્મના પ્રમોશન માટે દેશના મોટા સંભવિત બજારોની મુલાકાત લેવાનુ આયોજન કર્યુ છે,ત્યારે આજે પ્રમોશનનો છેલ્લો દિવસ છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ દેશની સૌથી મોટી એક્શન ડ્રામા ફિલ્મ

એક બેન્ચમાર્ક સેટ કરીને એસએસ રાજામૌલીની RRR એ ડોલ્બી સિનેમામાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર સિવાય સ્ટાર-સ્ટડેડ લાઇનઅપનો સમાવેશ થાય છે. આ બે મેગા પાવર સ્ટાર્સ ઉપરાંત, અજય દેવગણ, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સમુથિરકાની, રે સ્ટીવેન્સન અને એલિસન ડુડી સહાયક ભૂમિકામાં સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

આ પણ વાંચો  : The Kashmir Files પર આવી આમિર ખાનની પ્રતિક્રિયા, કહ્યું- દરેક ભારતીયને આવી ફિલ્મ જોવી જોઈએ

Next Article