TMKOC Spoiler: ભીડેએ બંધ કર્યા ઓનલાઇન ક્લાસ, બાળકોએ એવું શું કર્યું કે મજબુર થઇ ગયા માસ્તર?

|

Apr 29, 2021 | 3:03 PM

માસ્તર ભીડે બાળકોને ઓનલાઇન વર્ગ દ્વારા શીખવી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ તેમની સાથે એવું કરે દેશે કે માસ્તર ક્લાસ બંદ કરવા મજબુર થઇ જશે.

TMKOC Spoiler: ભીડેએ બંધ કર્યા ઓનલાઇન ક્લાસ, બાળકોએ એવું શું કર્યું કે મજબુર થઇ ગયા માસ્તર?
માસ્તર ભીડે

Follow us on

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં 13 વર્ષથી દરેકનું મનોરંજન કરે છે. આ શોના દરેક કલાકારની પોતાની એક અલગ ઓળખ છે. દરેક પાત્રની પોતાની એક અલગ શૈલી હોય છે જે બધા દ્વારા પસંદ કરવામાં આવે છે. હાલમાં સિરીયલમાં લોકડાઉનનો ટ્રેક ચાલી રહ્યો છે અને માસ્તર ભીડે બાળકોને ઓનલાઇન વર્ગ દ્વારા શીખવી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ તેમની સાથે એવું કરે દેશે કે માસ્તર ક્લાસ બંદ કરવા મજબુર થઇ જશે.

ભીડે તેમના ઓલાઇન વર્ગોથી ખૂબ કંટાળી ગયા છે. તે એટલો અસ્વસ્થ થઈ ગયા છે કે તેઓએ પોતાના ઓનલાઇન વર્ગો સંપૂર્ણપણે બંધ કરવાનું નક્કી કરી દીધું છે. વિદ્યાર્થીઓને અને તેમના માતાપિતાને શિક્ષણ પ્રત્યેની અવગણનાથી ભિડે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, તેથી એક દિવસ તે ગુસ્સે થઈને બધા વિદ્યાર્થીઓને તેમના ઓનલાઇન વર્ગો બંધ કરવાના નિર્ણય વિશે જણાવી દે છે.

ભીડે વિદ્યાર્થીઓના વાલીઓને તેમના ઘરે આવીને આપેલી ફીનું રીફંડ મેળવવા વિનંતી પણ કરી છે. આ સાંભળીને તમામ વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા, માધવી અને અન્ય ગોકુલધામના રહેવાસીઓ ચોંકી ઉઠ્યા છે. તેઓ પોતાનો નિર્ણય પાછો લેવાની તમામ વિનંતી કરે છે, પરંતુ ભીડે કોઈનું સાંભળતાં નથી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

તમે બધા જાણતા જ હશો કે લોકડાઉનથી દરેક માટે જીવન મુશ્કેલ બન્યું છે. ગોકુલધામ સોસાયટીમાં ઘણા લોકો આ કારણોસર આર્થિક સંકટમાંથી પસાર થયા છે. દરમિયાન, જો ભિડે જો ભણાવવાનું છોડી દેશે તો તે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખરાબ અસર કરશે અને તેની સાથે ભીડે માસ્તરના ઘરની આર્થિક સ્થિતિ પણ કથળી શકે છે.

તે પણ એટલું જ સાચું છે કે શિક્ષકો માટે ઓનલાઇન વર્ગો લેવાનું સામાન્ય નથી અને આવી સ્થિતિમાં ચીડિયા બનવું સ્વાભાવિક છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભિડે કેવી રીતે સમજાવશે પોતાની સમસ્યા. તે હવે જોવું રહ્યું.

દરેક જણ દયાબેનનાં પરત આવવાની રાહ જોઈ રહ્યું છે

આ શોમાં દયા બેનથી દર્શકોનું દિલ જીતનાર દિશા વાકાણી છેલ્લા ઘણા સમયથી શોથી દૂર હતી. દિશાની વાપસીને લઈને ઘણા રિપોર્ટ્સ આવ્યા હતા, પરંતુ અંતે ખબર પડી કે દિશા હવે આખરે આ શોમાંથી બહાર થઈ ગઈ છે. હવે થોડા દિવસો પહેલા દિશા સેટ પર જોવા મળી હતી ત્યારબાદ બધાને લાગ્યું કે દિશા ફરી આવી રહી છે.

 

આ પણ વાંચો: કોઈ તામઝામ વગર કલેક્ટર કચેરીના પરિસરમાં કર્યા લગ્ન, કોરોના દર્દીઓ માટે આપ્યું આટલું દાન

આ પણ વાંચો: મદદના નામે છેતરપિંડી: ઓક્સિજન સિલિન્ડર સપ્લાયના નામે ફરતા આવા મેસેજથી ચેતજો

Next Article