મદદના નામે છેતરપિંડી: ઓક્સિજન સિલિન્ડર સપ્લાયના નામે ફરતા આવા મેસેજથી ચેતજો

કોરોનાની મહામારીના આવા સમયમાં પણ કેટલાક કપટી લોકો આ પરિસ્થિતિઓનો લાભ લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ મદદના નામે લોકોની છેતરપિંડી કરી રહ્યા છે. જાણો કઈ રીતે.

મદદના નામે છેતરપિંડી: ઓક્સિજન સિલિન્ડર સપ્લાયના નામે ફરતા આવા મેસેજથી ચેતજો
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 29, 2021 | 1:02 PM

કોરોનાની બીજી લહેર દેશની સાથે-સાથે દિલ્હીમાં પણ અત્યંત જીવલેણ સાબિત થઈ રહી છે. આ વખતે કોરોનાનો ભોગ બનેલા લોકોની સંખ્યા ઘણી વધારે હોવાના કારણે વ્યવસ્થાઓ તૂટી ગઈ છે. માંદા લોકોની સંખ્યા એટલી ઓછી છે કે હોસ્પિટલો અને દવાઓ ઓછી પડી રહી છે. ઓક્સિજનને લઈને હાલાકીનો માહોલ સર્જાયો છે.

આવા સમયમાં પણ કેટલાક કપટી લોકો આ પરિસ્થિતિઓનો લાભ લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ મદદના નામે લોકોની છેતરપિંડી કરી રહ્યા છે. આવું પણ થઈ રહ્યું છે કારણ કે સોશ્યલ મીડિયા પર ઘણી મદદ લેવામાં આવી રહી છે. પરંતુ એક બાજુ મદદના નામે ઠગી પણ કરવામાં આવી રહી છે.

એક ખાનગી સમાચારના અહેવાલ અનુસાર હેલ્થ પ્રોફેશનલ રશ્મિ મેહરાને ફોરવર્ડ એક નંબર મળ્યો. આ નંબર તેના કેટલાક જાણકાર લોકોએ આપ્યો હતો. જેમાં મેસેજ લખ્યો હતો – દરેક માટે ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ છે. અને પછી એક ફોન નંબર લખ્યો હતો. મેસેજમાં સાથે જ રોહિણીના કોઈ ધીરજનું નામ હતું. જરૂરિયાત પર કોલ કરવા જણાવવામાં આવ્યું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રશ્મિએ તે નંબર એક મિત્રને આપ્યો, જેના પિતા અને પરિવાર કોવિડથી પીડિત હતા. તે સ્પષ્ટ હતું કે તેને ઓક્સિજનની જરૂર હતી. ત્યારબાદ નંબર પર સંપર્ક કરવામાં આવ્યો હતો. સંપર્ક કરીને વાતચીત કરવામાં આવી હતી. અને વાતચીતમાં નક્કી કર્યા મુજબ 10 હજાર રૂપિયા એડવાન્સ તરીકે આપવામાં આવ્યા હતા.

પરંતુ આ બાદ ટે વ્યક્તિ ગાયબ થઇ ગયો. અને તેના નંબર પર મેસેજ જવાના જ બંધ થઇ ગયા. બાદમાં આ આખી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી.

શરમ જનક વસ્તુ છે કે આવી મુશ્કેલીના સમયમાં પણ કેટલાક લોકો નીચી હરકતો છોડતા નથી. લોકોની આફતને પોતાના અવસરમાં બદલતા ફરતા હોય છે. તેથી આપ પણ આવા ફ્રોડ મેસેજથી બચતા રહેજો. જરૂરી છે કે આવા મેસેજમાં આપવામાં આવેલા નંબરને વેરીફાઈ કરવામાં આવે અને ત્યાર બાદ જ કોઈને મોકલવામાં આવે કે તેનો સંપર્ક કરવામાં આવે. અથવા પૈસાનો વ્યવહાર કરવામાં આવે.

આ પણ વાંચો: કોરોના દર્દીઓના બીલ પાસ કરવાની વીમા પ્રોસેસને લઈને દિલ્હી હાઇકોર્ટનો કાબિલ-એ-તારીફ આદેશ, જાણો તેના ફાયદા

આ પણ વાંચો: કોરોના સંક્રમિત વ્યક્તિ હોસ્પિટલમાં કરવા લાગ્યો પરીક્ષાની તૈયારીઓ, સોશિયલ મીડિયામાં વાયરલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">