TMKOC : સોશિયલ મીડિયા પર છવાયો છોટી દયાનો વીડિયો, એક્ટિંગ જોઇ લોકો બોલ્યા ‘આને શોમાં કાસ્ટ કરો’

|

Oct 13, 2021 | 8:07 AM

લોકો સોશિયલ મીડિયા પર આ છોકરીની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, 'તેનો અભિનય ખરેખર સારો છે, તેને શોમાં કાસ્ટ કરો' જ્યારે અન્ય યુઝરે લખ્યું, 'આ છોકરીની પ્રતિભા જોઈને હું એક ક્ષણ માટે મૂંઝવણમાં મુકાઈ ગયો હતો.

TMKOC : સોશિયલ મીડિયા પર છવાયો છોટી દયાનો વીડિયો, એક્ટિંગ જોઇ લોકો બોલ્યા આને શોમાં કાસ્ટ કરો
Taarak Mehta Ka Ooltah Chashmah little Dayaben video goes viral

Follow us on

ટીવીનો પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta ka Ooltah Chashmah) છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની જાન દયા બેન (Daya Ben) અને તેના ગરબા દર્શકોને ખૂબ જ પસંદ છે. પરંતુ હાલમાં ચાહકો દયા બેનને ખૂબ જ મિસ કરી રહ્યા છે કારણ કે, તે લાંબા સમયથી આ શોમાં જોવા મળી નથી. શો મેકર્સ અત્યાર સુધી તેના જેવા કોઈને શોધી શક્યા નથી, દયા બેનની જગ્યા કોણ લઇ શકે છે આ એક મોટો સવાલ છે. આવી સ્થિતિમાં, જો તમે પણ દયા બેનને મીસ કરો છો. તો ચોક્કસપણે આ ‘છોટી દયા’ને સાંભળો. તેની એક્ટિંગ જોઈને ઘણા લોકોએ તેને નાની દયા પણ કહી છે.

આ વીડિયો વાસ્તવિક દયા બેન એટલે કે દિશા વાકાણીએ (Disha Vakani) તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કર્યો છે. વીડિયોમાં દયા બેનની એક નાની ફેન દયા બેન તરીકે જોવા મળે છે, અને તે દયા બેનની જેમ કામ કરી રહી છે. દયા બેનની જેમ નકલ કરતા તેની ફેન કહે છે, ‘અંજલી ભાભી, આ નવરાત્રીનો તહેવાર છે નવરાત્રીનો. આમાં ડાન્સ કરવાનો હોય, કૂદકા મારવાના હોય અને તમે કહી રહ્યા છો  અંતાક્ષરી રમીએ – બેઠે બેઠે ક્યાં કરે કરના હે કુછ કામ! ‘

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- ‘તમને અમારી 9 વર્ષની નાની દયાબેન સુમન કેવી લાગી?’ સમાચાર લખવા સુધી 26 હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે.

લોકો સોશિયલ મીડિયા પર આ છોકરીની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘તેનો અભિનય ખરેખર સારો છે, તેને શોમાં કાસ્ટ કરો’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘આ છોકરીની પ્રતિભા જોઈને હું એક ક્ષણ માટે મૂંઝવણમાં મુકાઈ ગયો હતો.જોકે, ઘણા લોકો એવા છે જેઓ કહે છે કે દયા બેનની જગ્યા કોઈ લઈ શકતું નથી.

આ પણ વાંચો –

આગામી 6 મહિનામાં ભારતીય કંપનીઓ IPO દ્વારા 75 હજાર કરોડ એકત્ર કરશે, રોકાણકારોએ ચીનથી હટાવી ભારત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું

આ પણ વાંચો –

UP: આગ્રામાં જીવલેણ તાવનું તાંડવ, છેલ્લા 14 કલાકમાં 7 બાળકોના મૃત્યુ, ડેન્ગ્યુના નવા કેસ પણ આવ્યા સામે

આ પણ વાંચો –

Health : ઝડપી ચાલવા કરતા પણ વધુ ફાયદા કરાવી શકે છે દોરડા કૂદવા, આ 10 ફાયદા જાણીને થઇ જશો હેરાન

Next Article