Taarak Mehta…’ના ‘પોપટલાલ’ આ સુપરહિટ રોમેન્ટિક ચાઇનીઝ ફિલ્મમાં કામ કરી ચુક્યા છે, જબરદસ્ત અંગ્રેજી સાંભળ્યા પછી ખાય જશો ચક્કર

|

Jun 28, 2021 | 2:37 PM

શ્યામ પાઠક ઉર્ફે પોપટલાલ ( Popatlal ) અન્ય ઘણા લોકપ્રિય શોમાં પણ કામ કરી ચુક્યા છે. તેમણે 'જસુબેન જયંતિલાલ જોશી કી જોઈન્ટ ફેમિલી' અને 'સુખ બાય ચાન્સ' માં પણ કામ કર્યું છે.

Taarak Mehta...ના પોપટલાલ આ સુપરહિટ રોમેન્ટિક ચાઇનીઝ ફિલ્મમાં કામ કરી ચુક્યા છે, જબરદસ્ત અંગ્રેજી સાંભળ્યા પછી ખાય જશો ચક્કર
Dilip Joshi, Shyam Pathak

Follow us on

જ્યારે પણ કોમેડી શોની વાત કરવામાં આવે છે, ત્યારે દરેકની જીભ પર જે પહેલું નામ આવે છે તે છે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ નું. આ શો છેલ્લા 12 વર્ષથી તમામ ઉંમરના લોકોને હસાવવામાં સફળ રહ્યો છે. શોનું દરેક પાત્ર તેમના શાનદાર અભિનય અને સંવાદો માટે જાણીતું છે. ચાહકો પણ તેમના ફેવરેટ સ્ટાર્સનાં અંગત જીવન વિશે નજીકથી જાણવા માંગે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રખ્યાત પાત્ર’ જર્નાલિસ્ટ પોપટલાલ પાંડે ‘વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શોમાં ઘણા લોકો તેમને ‘પોપટલાલ’ કહીને બુલાવે છે. શોમાં ‘પોપટલાલ’ બેચારા તેના લગ્નને લઈને ઘણા પરેશાન છે અને તે બેચલરની જિંદગી જીવતા જોવા મળી રહ્યા છે. ‘પોપટલાલ’ નું પાત્ર અભિનેતા શ્યામ પાઠક ભજવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે શ્યામે વિદેશી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આજે અમે તમને શ્યામ પાઠક સાથે જોડાયેલી ઘણી વિશેષ બાબતો જણાવી રહ્યા છીએ.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

હોલીવુડ ફિલ્મોમાં દેખાયા

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘પોપટલાલ’ ( Popatlal ) એટલે કે શ્યામ પાઠક એક કુશળ અભિનેતા છે. તેઓ ખાલી આ કોમેડી શોમાં જ નહીં પરંતુ ઘણી ફિલ્મોમાં પણ પાતાની અભિનય શક્તિ બતાવી ચુક્યા છે. આટલું જ નહીં, શ્યામ પાઠકે હોલીવુડની ફિલ્મોમાં કામ કર્યું છે. શ્યામ પાઠકે ‘લસ્ટ, કોશન’ નામની ચાઈનીઝ ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મ વર્ષ 2007 માં રિલીઝ થઈ હતી.

ફિલ્મમાં શ્યામની ભૂમિકા વિશે વાત કરીએ તો તેમણે એક સુવર્ણકારનો રોલ ભજવ્યો હતો, જે ઝવેરાતની દુકાનમાં ઘરેણાં વેચતા જોવા મળ્યા હતા. તે જ સમયે, તમે ફિલ્મમાં શ્યામની જબરદસ્ત અંગ્રેજી સાંભળીને સ્તબ્ધ થઈ જશો. તેમની ભૂમિકાને એવી જ રીતે પસંદ કરવામાં આવી હતી જેવો ‘તારક મહેતા …’ માં કરવામાં આવી રહી છે. શ્યામ ફિલ્મ ‘લસ્ટ, કોશન’ માં સુટ-બૂટ પહેરીને તેમની ભૂમિકામાં ખૂબ સારા દેખાઈ રહ્યા હતા.

 

અનુપમ ખેર સાથે કર્યું કામ

શ્યામ પાઠક સાથે ‘લસ્ટ, કોશન’ ચાઈનીઝ ફિલ્મમાં અભિનેતા અનુપમ ખેર પણ મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળી રહ્યા હતા. જ્યાં જ્વેલરી શોપમાં શ્યામ પાઠક કામ કરતા હતા અનુપમ ખેર જ્વેલરી શોપમાં દુકાનદારની ભૂમિકામાં હતા. બંને ઘણા દ્રશ્યોમાં સાથે જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે શ્યામ પાઠકની ફિલ્મ ‘લસ્ટ, કોશન’ ની વાર્તા જાપાનના કબજા દરમિયાન બનેલી ઘટનાઓ પર આધારિત હતી.

આ મૂવીમાં, બધા કલાકારોએ એક કરતા એક સારો અભિનય કર્યા છે. અમે તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘લસ્ટ, કોશન’ ફિલ્મને અમેરિકામાં NC -17 રેટિંગ આપવામાં આવી હતી.

 

સીએ બનવા માંગતા હતા પોપટલાલ

આ સિવાય શ્યામ પાઠક અન્ય ઘણા લોકપ્રિય શોમાં પણ કામ કરી ચુક્યા છે. તેમણે ‘જસુબેન જયંતિલાલ જોશી કી જોઈન્ટ ફેમિલી’ અને ‘સુખ બાય ચાન્સ’ માં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે અભિનયના ક્ષેત્રમાં આવતા પહેલા શ્યામ ચાર્ટેડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ બનવા માંગતા હતા. આ માટે તેમણે એડમિશન પણ લીધું, પરંતુ તેમણે ભણતર અધવચ્ચે જ છોડી દીધું અને અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો.

Next Article