તાપસી પન્નુની મોસ્ટ અવેટેડ આ ફિલ્મની રિલીઝ ડેટ થઈ જાહેર, જાણો ક્યારે અને ક્યાં થશે સ્ટ્રીમ ?

અભિનેત્રી તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેમની આગામી ફિલ્મ 'લૂપ લપેટા'નું પોસ્ટર શેર કરીને રિલીઝ ડેટની જાહેરાત કરી છે.

તાપસી પન્નુની મોસ્ટ અવેટેડ આ ફિલ્મની રિલીઝ ડેટ થઈ જાહેર, જાણો ક્યારે અને ક્યાં થશે સ્ટ્રીમ ?
Looop Lapeta Film release date declare
| Edited By: | Updated on: Jan 08, 2022 | 2:05 PM

થિયેટર બંધ થયા બાદ હાલ મોટાભાગના નિર્માતા OTTના (OTT Platform) સહારે છે. તમને જણાવી દઈએ કે તાપસીની (Tapsee Pannu) નવી ફિલ્મ પણ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તેમની આ ફિલ્મ સાથે તાપસીની  OTT પર ચોથી ફિલ્મ હશે. તેમની સાથે આ ફિલ્મમાં લીડ રોલમાં તાહિર રાજ ભસીન (Tahir Raj Bhasin) પણ જોવા મળશે. મોસ્ટ અવેટેડ આ ફિલ્મનું નામ ‘લૂપ લપેટા’ છે. જે ટુંક સમયમાં OTT પર રિલીઝ થશે. આ ફિલ્મ એક થ્રિલર ફિલ્મ છે.

આ તારીખે ચાહકો જોઈ શકશે ફિલ્મ

શનિવારે તાપસી અને તાહિરે પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી તેમની આગામી ફિલ્મ ‘લૂપ લપેટા’નું પોસ્ટર શેર કરીને તેની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. મળતા અહેવાલ મુજબ આ ફિલ્મ 4 ફેબ્રુઆરીથી નેટફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મ સોની પિક્ચર્સ ફિલ્મ્સ ઈન્ડિયા ફીચર અને એલિપ્સ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ છે. આ ફિલ્મને આકાશ ભાટિયાએ ડિરેક્ટ કરી છે.

ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થયુ

આ ફિલ્મનું પોસ્ટર શેર કરતા તાપસી પન્નુએ લખ્યુ છે કે હે જોલર તાહિર રાજ ભસીન, તુ યે શોર્ટકટ્સ કે લપેટ મેં ફસના કબ બંધ કરેગા! શું આ વખતે સાવી તેને બચાવી શકશે? તમને જલ્દી ખબર પડી જશે. લૂપ લપેટા માટે તૈયાર થઈ જાઓ. તેના આ પોસ્ટર પર ઘણા સેલેબ્સની પ્રતિક્રિયા(Celebs Reaction)  આવી રહી છે.

આ પોસ્ટરમાં બતાવવામાં આવ્યું છે કે બે અલગ-અલગ ટાઈમ ઝોનના લોકો એકબીજા તરફ હાથ ફેલાવતા જોવા મળી રહ્યા છે. સાથે જ તાપસી તાહિરને બચાવતી જોવા મળી રહી છે. આ કહાની એક ક્રાઈમની છે, જેમાં આ બંને પાત્રો ફસાઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા તાપસી પન્નુની ત્રણ ફિલ્મો OTT પર રિલીઝ થઈ ચૂકી છે. તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ વિજય સેતુપતિ સાથેની ‘એનાબેલ સેતુપતિ’ હતી, જે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. જ્યારે ‘હસીન દિલરૂબા ‘Netflix પર અને ‘રશ્મિ રોકેટ Zee5 પર રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો : ટ્વિટર પર ટ્રેન્ડ થયા અભિનેતા: કન્નડ સુપરસ્ટાર યશના જન્મદિવસે ‘KGF: Chapter 2’નું નવુ પોસ્ટર થયુ રિલીઝ

Published On - 2:00 pm, Sat, 8 January 22