Super Dancer 4 : રાજ કુંદ્રાની કસ્ટડીમાં વધારો થયા પછી શું આગામી અઠવાડિયાના શૂટિંગમાં જશે Shilpa Shetty ?

|

Jul 24, 2021 | 6:29 PM

સોમવારે રાજ કુંદ્રા (Raj Kundra) ની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમની અને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ની જીંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

Super Dancer 4 : રાજ કુંદ્રાની કસ્ટડીમાં વધારો થયા પછી શું આગામી અઠવાડિયાના શૂટિંગમાં જશે Shilpa Shetty ?
Shilpa Shetty

Follow us on

સોમવારે રાજ કુંદ્રા (Raj Kundra) ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની અને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ની જીંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. શિલ્પાએ Super Dancer 4 ના આ સપ્તાહના એપિસોડનું શૂટિંગ કર્યું નથી, જેના કારણે તેમની જગ્યાએ કરિશ્મા કપૂર (Karisma Kapoor) આવી હતી. શુક્રવારે હવે રાજની કસ્ટડી 27 જુલાઇ સુધી લંબાવી દેવામાં આવી છે, તેથી ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું શિલ્પા આવતા સપ્તાહમાં શોમાં પાછા આવશે કે નહીં ? કારણ કે હોય શકે તે આ મુશ્કેલ સમયમાં પરિવાર અને બાળકોને છોડીને શૂટિંગ માટે ન જાઈ.

એક અહેવાલ મુજબ શિલ્પાના શોમાં પાછા ફરવા અંગે કોઈ અપડેટ નથી કે ન તો આ અંગે નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

શિલ્પાની થઈ પૂછપરછ

ક્રાઇમ બ્રાંચે શુક્રવારે શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરી હતી. ક્રાઇમ બ્રાંચ રાજને લઈને તેના ઘરે પહોંચી હતી અને શિલ્પાની પૂછપરછ કરી હતી. તેઓ જાણવા માગતા હતા કે રાજના આ કામમાં શિલ્પાનો કોઈ હાથ છે કે કેમ ? શિલ્પાનું નિવેદન તેમણે નોંધ્યું છે. ક્રાઈમ બ્રાંચને એટલા માટે શિલ્પા પર શંકા છે કારણ કે બંને ઘણી કંપનીઓમાં સમાન ભાગીદાર છે. પરંતુ ક્રાઇમ બ્રાંચને શિલ્પા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

શિલ્પાના પ્રોફેશનલ લાઈફ પર પડશે અસર ?

શિલ્પાની ફિલ્મ હંગામા-2 શુક્રવારે રિલીઝ થઈ છે. શિલ્પા આ ફિલ્મ અંગે ખૂબ જ ઉત્સાહિત હતી કારણ કે શિલ્પા 14 વર્ષ પછી હંગામા 2 દ્વારા પરત ફરી રહી છે. પરંતુ ફિલ્મની રજૂઆતના થોડા દિવસ પહેલા જ રાજની ધરપકડ કરવામાં આવી હતી. શિલ્પાએ પણ દર્શકોને ફિલ્મ જોવાની વિનંતી કરી છે અને કહ્યું છે કે આ ફિલ્મ પર કોઈપણ રીતે ખરાબ અસર ન પડે.


તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, ‘જ્યાં જીવન હોય છે, તે ફક્ત આજમાં છે. હંગામા 2 ને એક સારી ફિલ્મ બનાવવા માટે આખી ટીમે સખત મહેનત કરી છે. હંગામા 2 ની આખી ટીમની સખત મહેનત લાગી છે અને આ ફિલ્મ બનાવવા માટે બધાએ પોતાનો સંપૂર્ણ સમય આપ્યો છે અને આ ફિલ્મને કોઈ પણ સંજોગોમાં મુશ્કેલી સહન કરવી પડે નહીં. તેથી આજે હું દરેકને વિનંતી કરું છું કે હંગામા 2 તમારા પરિવાર સાથે જુઓ, જેનાથી તે તમામ લોકોના ચહેરા પર સ્મિત લાવશે જે આ ફિલ્મ સાથે સંકળાયેલા છે.’

Next Article