Gadar Sequel: શું બની રહ્યો છે ગદર ફિલ્મનો બીજો ભાગ? ફરીથી હેન્ડપંપ ઉખાડવાની તૈયારીઓ!

|

Mar 16, 2021 | 6:34 PM

સની દેઓલ, અમિષા પટેલ અને અમરીશ પુરીની સુપરહિટ ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા' (Gadar: Ek Prem Katha) આજ સુધી દર્શકોએ યાદ રાખી છે.

Gadar Sequel: શું બની રહ્યો છે ગદર ફિલ્મનો બીજો ભાગ? ફરીથી હેન્ડપંપ ઉખાડવાની તૈયારીઓ!

Follow us on

સની દેઓલ, અમિષા પટેલ અને અમરીશ પુરીની સુપરહિટ ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ (Gadar: Ek Prem Katha) આજ સુધી દર્શકોએ યાદ રાખી છે. દરેક જણ તેના ભાગ 2ની રાહ જોઈ રહ્યું છે. આશા છે કે લોકોની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થશે. નિર્માતાઓ તેની સિક્વલ બનાવવાનું વિચારી રહ્યા છે. આવી સ્થિતિમાં તમે ફરીથી મોટા પડદા પર સની દેઓલ અને અમિષાની જબરદસ્ત કેમિસ્ટ્રી જોઈ શકશો.

 

તમને ગદરનો હેન્ડપંપ વાળો સીન તો યાદ જ હશે. આ જોઈને પ્રેક્ષકોની સિટીઓ અને થિયેટરોમાં તાળીઓ રોકાતી નહોતી. કંઈક આવું જ ફરીથી રજુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડિરેક્ટર અનિલ શર્માએ આ અંગે ખુલાસો કર્યો છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘ગદર’ ના નિર્માતાઓ આ સમયે બનતી સિક્વલને ધ્યાનમાં રાખીને પ્લોટ અને સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા છે.

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

 

લીડ રોલમાં એ જ જોડી

ફિલ્મની સિક્વલ બને ત્યારે ઘણીવાર લીડ જોડી બદલાય છે, પરંતુ ગદરના ભાગ 2માં સની દેઓલ અને અમિષા પટેલ જ મુખ્ય ભૂમિકામાં રહેશે. જો કે હજી સુધી તેની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી, પરંતુ નિર્માતાઓ હમણાંથી આ જ યોજના બનાવી રહ્યા છે. આ સિવાય ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય કલાકારોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

 

ઉત્કર્ષ પણ મહત્વની ભૂમિકા નિભાવશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડિરેક્ટર અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ પણ તેમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એવું કહેવામાં આવે છે કે ઉત્કર્ષે ફિલ્મના પહેલા ભાગમાં સની અને અમિષાના પુત્ર જીતાની ભૂમિકામાં હતા. જ્યારે તેણે ફિલ્મ ‘જીનિયસ’ સાથે વર્ષ 2018માં અભિનેતા તરીકે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

 

અમીષા સનીને જોયા બાદ ડાયલોગ ભૂલી જતી

2001માં રજૂ થયેલી ગદરમાં સની દેઓલ સાથેની અમિષા પટેલની કેમિસ્ટ્રીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે અમિષા શૂટિંગ દરમિયાન સની દેઓલ સાથે સીન કરવામાં ડરતી હતી. તે સનીને જોયા પછી તેના ડાયલોગ્સ ભૂલી જતી હતી. સની દેઓલ સાથેના એક સીનમાં તેણે 17-18 રિટેક આપવા પડ્યા હતા.

 

આ પણ વાંચો: Lyrics: શું તમને ખબર છે Humsafar સોંગનો રાઈટર, કમ્પોઝર અને સિંગર એક જ વ્યક્તિ છે?

Next Article