પોતાના અને સની દેઓલ વચ્ચેના સંબંધોને લઈને સાવકી મા હેમા માલિનીએ કર્યો ખુલાસો, કહી આ મોટી વાત

|

Apr 15, 2021 | 2:59 PM

હેમા માલિનીએ તેના પુસ્તકમાં તેના અંગત જીવન વિશે ઘણી વાતો લખી છે. જેમાં હેમા એ એક કિસ્સામાં તેના લગ્નની પણ વાત કરી છે અને સની સાથે સંબંધની પણ.

પોતાના અને સની દેઓલ વચ્ચેના સંબંધોને લઈને સાવકી મા હેમા માલિનીએ કર્યો ખુલાસો, કહી આ મોટી વાત
હેમા-સની

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ હેમા માલિનીએ તેના સાવકા પુત્રો સન્ની અને બોબી દેઓલ વિશે થોડા વર્ષો પહેલા એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી.

હેમા માલિની અને બોલિવૂડ સુપરસ્ટારની લવ સ્ટોરીથી દુનિયા વાકેફ છે. બધા જાણે છે કે ધર્મેન્દ્રએ હેમા સાથે લગ્ન કર્યા એ પહેલા ધર્મેન્દ્ર પરણેલા હતા. પરંતુ ચાહકો હંમેશા તે જાણવા માટે ઉત્સાહિત હોય છે કે સની અને બોબી સાથે તેમની સાવકી માતા હેમાના કેવા સંબંધ છે અને તે તેમની સાથે કેવી રીતે વર્તે છે. જ્યારે હેમાએ તેની બાયોગ્રાફી લોન્ચ કરી ત્યારે આ વિશે પહેલા માડિયા સાથે વાત કરી હતી.

હેમાએ સનીને લઈને કહી આ વાત

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હેમાએ તે દરમિયાન મીડિયાને કહ્યું હતું કે, દરેક વ્યક્તિ વિચારે છે કે અમારા વચ્ચે કેવા સંબંધ છે. અમે એકબીજા સાથે કેવી રીતે વર્તન કરીએ છીએ. પરંતુ તમને જણાવી દઇએ કે અમારા વચ્ચે ખૂબ જ સુંદર અને સુખદ સંબંધ છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે સની હંમેશા ધરમ જીની સાથે રહે છે. પોતાના અકસ્માતને યાદ કરતાં તેમણે કહ્યું કે, જ્યારે મારી સાથે આ ઘટના બની, ત્યારે સની પહેલો વ્યક્તિ હતો, જે મને મળવા આવ્યો હતો. તેણે ડોક્ટર સાથે સારી વાત કરી અને પૂછ્યું કે બધું બરાબર છે કે નહીં.

જીવનની સૌથી મહત્વપૂર્ણ વાત બુકમાં જણાવી

હેમાએ પોતાની પુસ્તકમાં તેના જીવનની કથા શેર કરતી વખતે કહ્યું છે કે, એક સમય એવો હતો જ્યારે હું જીતેન્દ્ર સાથે ગુપ્ત લગ્ન કરવાની હતી. આ માટે બંને પરિવારો લગ્ન માટે ચેન્નઈ પહોંચી ગયા હતા. પરંતુ ખબર નથી કઈ રીતે આ વાતની ખબર એ સમયની જીતેન્દ્રની ગર્લ ફ્રેન્ડ શોભા અને ધર્મેન્દ્રને પડી ગઈ. આ પછી તે બંને ચેન્નઈ પણ પહોંચી ગયા હતા. જેથી લગ્ન રોકાવી શકે. એ સમયે ધર્મન્દ્ર અને હેમા પણ એકબીજાને પસંદ કરતા હતા. પરંતુ બંને પરિવારોએ લગ્ન નક્કી કરી લીધા હતા. અહેવાલ અનુસાર નશાની હાલતમાં ધર્મેન્દ્રએ આ લગ્ન રોકાવ્યા હતા.

 

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ‘લોકડાઉન’ પહેલા જ ફ્લાઈટ પકડીને ક્યાં રવાના થઇ ગયા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ?

 

Next Article