Bigg Boss 20 Eviction: બિગ બોસ 20માંથી બહાર થઈ બાદશાહની EX પત્ની, માંડ માંડ બચ્યો યંગ DSA
Bigg Boss 20 Eviction: સલમાન ખાનના શો Bigg Boss 20માંથી બીજા સ્પર્ધકે વિદાય લીધી છે. આ વખતે યંગડીએસએ અને ઈશા રિખી ઘરથી બહાર થવા માટે નોમિનેટેડ હતી. પરંતુ લોકોના વોટના આધાર પર યંગ બચી ગયો અને ઈશા રિખી બહાર થઈ હતી.

Bigg Boss 20 Eviction : સલમાન ખાનનો ટીવી રિયાલિટી શો બિગ બોસ 20માં બીજો સ્પર્ધક ઘરથી બહાર થયો છે. રોહિદ ખાન પછી અન્ય સ્પર્ધકની સફર આ શોમાં પૂર્ણ થઈ છે. તે સ્પર્ધક બાદશાહની એક્સ પત્ની ઈશા રિખી છે. 27 સપ્ટેમ્બરના રોજ વીકએન્ડ કા વારના એપિસોડમાં સલમાન ખાને ઈશાના નામની જાહેરાત કરી હતી અને કહ્યું કે, તે આ શોમાંથી બહાર થાય છે.
આ અઠવાડિયે ઘરથી બહાર થવા માટે ઈશા રિખી અને યંગ ડીએસએ નોમિનેટેડ હતો. ઓડિયન્સના વોટિંગના આધાર પર એવિક્શનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યંગની તુલના ઈશાને ઓછા વોટ મળ્યા હતા. માત્ર 21 દિવસમાં તે બિગ બોસ 20ના ઘરમાંથી બહાર થઈ હતી. વધારે વોટ મળવાના કારણે યંગ ડીએસએ બચી ગયો હતો. સલમાન ખાન સૌથી પહેલા તો મજાકના અંદાજમાં યંગનું નામ લીધું હતુ પરંતુ ત્યારબાદ ઈશાનું નામ લીધું હતુ.
2 સ્પર્ધકની સફર પૂર્ણ
સલમાન ખાન પહેલા કહે છે કે, યંગ તુ ઘરની બહાર થયો પરંતુ ત્યાર પછી કહે છે કે, તુ સેફ છે અને ઈશા રિખી ઘરથી બહાર થશે. ગયા અઠવાડિયે “વીકેન્ડ કા વાર” શોમાં અફઘાન મૂળના ઓસ્ટ્રિલિયન અભિનેતા રોહિદ ખાન બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા હતા. આ શો 6 સપ્ટેમ્બરના રોજ 16 સ્પર્ધકો સાથે શરૂ થયો હતો. બે સ્પર્ધકો બહાર થઈ ગયા હતા. આનો અર્થ એ થયો કે સલમાનના ઘરમાં હવે 14 સ્પર્ધકો છે.
આ 14 સ્પર્ધકો છે ‘બિગ બોસ 20’માં
રોહિત ખાન અને ઈશા રિખીની બહાર નીકળ્યા પછી, હવે ‘બિગ બોસ 20’માં જે 14 સ્પર્ધકો છે તે છે કનિકા માન, આસિફ ખાન, આમ્રપાલી દુબે, અરિશ્ફા ખાન, માહી વિજ, કુશલ તંવર (ગુલ્લુ), મેરી કોમ, કાઝી તૌકીર, ઉદિતિ સિંહ, યંગ ડીએસએ, તનમ્ય સિંઘ, લવ ગિલ અને અમન ગાંધી.
તમને જણાવી દઈએ કે, ફેમસ રેપર બાદશાહ અને તેની બીજી પત્ની પંજાબી અભિનેત્રી ઈશા રિખી અલગ થવાની જાહેરાત કરી હતી. આ વર્ષે માર્ચ મહિનામાં બંનેના લગ્નના સમાચાર સામે આવ્યા હતા પરંતુ માત્ર 5 મહિનામં બાદશાહ અને રિખી અલગ થયા હતા.
