Video : રાજકીય સન્માન સાથે સાઉથ સુપર સ્ટાર પુનિથને અપાશે અંતિમ વિદાય, અભિનેતાના અંતિમ દર્શન માટે ઉમટી ચાહકોની ભીડ

સાઉથ સુપર સ્ટાર પુનિથ રાજકુમારના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. હાલ તેમના પાર્થિવ દેહને બેંગલોરના કાંતિરવા સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે.

Video : રાજકીય સન્માન સાથે સાઉથ સુપર સ્ટાર પુનિથને અપાશે અંતિમ વિદાય, અભિનેતાના અંતિમ દર્શન માટે ઉમટી ચાહકોની ભીડ
Puneeth Rajkumar
| Edited By: | Updated on: Oct 30, 2021 | 1:07 PM

Puneeth Rajkumar Death : અભિનેતા પુનિથ રાજકુમારે માત્ર 46 વર્ષની ઉમરે દુનિયાને અલવિદા કહી દીધી છે. શુક્રવારે જીમમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેમને બેંગલોરની વિક્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સાઉથ સુપર સ્ટારની અણધારી વિદાયથી સિનેમા જગત સહિત ચાહકોમાં શોકનુ મોઝુ ફરી વળ્યુ છે.

મળતા અહેવાલો અનુસાર, પુનિથના અંતિમ સંસ્કાર (Last Ritual) રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને બેંગલોરના કાંતિરવા સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેના અંતિમ દર્શન માટે ચાહકોની ભીડ ઉમટી છે.

જુઓ વીડિયો

દિકરીની રાહ જોવાઈ રહી છે

રાજકીય સન્માન સાથે પુનિથના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર તેમની પુત્રી વંદિતાની રાહ જોવામાં આવી રહી છે. વંદિતાના આગમન બાદ જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પુનિથ સાઉથ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતાઓમાંના એક હતા. તેમના નિધન પર ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ શેર કરીને શોક વ્યક્ત કર્યો હતો.

પુનિથે પોતાની દમદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં (Film Industry) પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેણે પોતાની અભિનય કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. તેણે બાળ કલાકાર તરીકે નેશનલ એવોર્ડ પણ જીત્યો હતો. તે પછી તેણે ફિલ્મ અપ્પુથી ડેબ્યૂ કર્યું અને આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ. ચાહકો અભિનેતાને અપ્પુ તરીકે ઓળખતા હતા.

અભિનેતા પુનિથની આંખોનું દાન કરવામાં આવ્યુ

પુનિથના પિતાની જેમ તેની આંખો પણ દાન કરવામાં આવી છે. પુનિથના પિતા રાજકુમારે (Rajkumar) વર્ષ 1994માં નિર્ણય લીધો હતો કે તેમનો આખો પરિવાર તેમની આંખોનું દાન કરશે. વર્ષ 2006માં તેમના પિતાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ત્યારે તેની આંખોનું દાન કરવામાં આવ્યુ હતુ. હવે પુનિથની આંખો પણ દાન કરવામાં આવી છે. અભિનેતા ચેતને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.

 

આ પણ વાંચો: RIP : એક્ટર યુસુફ હુસૈનનું દુખ:દ નિધન, હંસલ મેહતાએ ભાવુક પોસ્ટ લખીને આપી જાણકારી

આ પણ વાંચો: Puneeth Rajkumarએ પિતાના ફૂટ સ્ટેપ્સને કર્યા ફોલો, દાન કરી પોતાની આંખો

Published On - 12:54 pm, Sat, 30 October 21