Sonu Sood Padma Shri: સોનુ સૂદને મળી હતી પદ્મશ્રીની ઓફર, અભિનેતાની નજીકનાએ આપી રેડ અંગેની તમામ જાણકારી

|

Sep 17, 2021 | 10:41 PM

સોશિયલ મીડિયા પર સોનુ સૂદ (Sonu sood)ના ઘરે દરોડા અંગે ઘણી મોટી અને મહત્વની માહિતી સામે આવી છે, જ્યાં સતત અનઆઈડેન્ટિફાઈડ રકમ વિશે વાત કરવામાં આવી રહી હતી. વાંચો આ બાબતમાં નવું અપડેટ શું છે.

Sonu Sood Padma Shri: સોનુ સૂદને મળી હતી પદ્મશ્રીની ઓફર, અભિનેતાની નજીકનાએ આપી રેડ અંગેની તમામ જાણકારી
Sonu Sood

Follow us on

સોનુ સૂદ (Sonu Sood Income Tax Raid)ના ઘરે હાલમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. જ્યાં આજે ત્રીજા દિવસે પણ આ દરોડા ચાલુ રહ્યા હતા. જ્યાં હવે સોનુ સૂદના નજીકના મિત્રોએ મીડિયા સાથે અંદરની વાતો બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે.

 

સોનુ સૂદની નજીકની વ્યક્તિએ એક અખબારને જણાવ્યું છે કે સોનુને ભાજપ દ્વારા પદ્મશ્રી આપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ અભિનેતાએ આ સંદર્ભે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. સોનુના નજીકના લોકોએ એ પણ નકારી દીધું છે કે તેની એનજીઓમાં કોઈ પણ અનઆઈડેન્ટિફાઈડ રકમ મળી આવી છે. આ બાબતને લઈને ઘણી જગ્યાએ સમાચાર ચાલી રહ્યા છે, પરંતુ હવે સોનુના નજીકના લોકોનું કહેવું છે કે આ સમાચાર સંપૂર્ણપણે ફેક ન્યૂઝ છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એક સમાચાર અનુસાર શુક્રવારે આવકવેરાના આ દરોડા પૂર્ણ થશે, ત્યારબાદ સોનુ શનિવારે તેમનું સત્તાવાર નિવેદન જાહેર કરશે. તમને જણાવી દઈએ કે સોનુની નજીકની વ્યક્તિએ જણાવ્યું હતું કે આ આવકવેરાની તપાસ 3 દિવસથી ચાલી રહી છે, પરંતુ આજ સુધી આ ટીમને કંઈ મળ્યું નથી.

 

અનઆઈડેન્ટિફાઈડ ફંડિંગ વિશે વાત કરતા તેમણે કહ્યું છે કે “અનઆઈડેન્ટિફાઈડ રકમ વિશે જે કંઈ પણ ચાલી રહ્યું છે, તે સંપૂર્ણપણે ખોટું છે. કારણ કે જો કોઈ અહીં એક રૂપિયો પણ દાન કરવા માંગે છે તો તેમની પાસેથી પાન કાર્ડ નંબર પૂછવામાં આવે છે. નંબર ન આપવા પર અમારું પોર્ટલ રિજેક્ટ કરી દે છે. આવી સ્થિતિમાં અનઆઈડેન્ટિફાઈડ પૈસા દેશ અને દુનિયાભરના લોકો પોતાની સ્વૈચ્છાએ કેવી રીતે ડોનેટ કરી શકે છે.

 

સોનુ સૂદના પદ્મશ્રી મુદ્દે વાત કરતા તેમના નજીકનાએ કહ્યું કે “સોનુએ પદ્મશ્રી માટે જવાબ આપ્યો ન હતો, કારણ કે અમારી પાસે કોઈ રાજકીય એજન્ડા નથી. તેમણે ક્યારેય પોતાની જાતને આવી બાબતો માટે નોમિનેટ પણ નથી કરી. સોનુને ભાજપ પાસેથી કોઈ એવોર્ડ નથી જોઈતો. તેમણે લોકોની જે સેવા કરી તે તેમણે દિલથી કરી આ માટે તેમને કોઈ સમ્માનની જરૂરત નથી.

 

તમને જણાવી દઈએ કે સોનુ સૂદના આ દરોડા અંગે એક સમાચાર એ પણ બહાર આવી રહ્યા હતા કે અભિનેતાએ તેમની એનજીઓની ઓફિસ સિંગાપોરમાં પણ ખોલી રાખી છે. જ્યાંથી લોકોને એબ્રોડથી એરલિફ્ટ કરવાના પૈસા આવતા હતા.

 

આ બાબત વિશે વાત કરતા સોનુની નજીકનાએ કહ્યું કે “એવું નથી કે દરેક જગ્યાએ અમારે ફંડિંગની મદદ લેવી પડી, ઘણી સારી જગ્યા પર અમને વિમાન કંપનીઓની પણ મદદ મળી હતી. જ્યાં કંપનીઓનું એરલિફ્ટ ભાડું 45 હજાર છે, ત્યારે અમારી પાસેથી માત્ર 30 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. રેમડીસીવર ઈન્જેક્શન અપાવવામાં અમને ઘણી હોસ્પિટલો એ અમારી મદદ કરી, જ્યાં અમે ઘણી હોસ્પિટલો સાથે જોડાણ કર્યું હતું.

 

આ પણ વાંચો :-PM Narendra Modiના જીવન પર બની ચુકી છે આ ફિલ્મો, ચાહકો વચ્ચે મચાવી છે ધમાલ

 

આ પણ વાંચો :- PM Modi Birthday: પીએમ મોદીને કરણ જોહરથી લઈને પવન કલ્યાણ સુધીના સ્ટાર્સે આપી જન્મદિવસની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું?

Next Article