રિચ ગ્રુપ સાથે સોનૂ સુદના કનેક્શનને લઈને IT હરકતમાં, ચાર સ્થળો પર કરવામાં આવી કાર્યવાહી

|

Sep 19, 2021 | 3:59 PM

Incometax raid: કર ચોરીના કેસમાં સોનુ સૂદની (Sonu Sood) મુશ્કેલી વધતી જોવા મળી રહી છે, હાલ કાનપુરની કંપની રિચ ગ્રુપ સાથે સોનુ સૂદના ક્નેક્શનને લઈને IT વિભાગ હરકતમાં આવ્યુ છે.

રિચ ગ્રુપ સાથે સોનૂ સુદના કનેક્શનને લઈને IT હરકતમાં, ચાર સ્થળો પર કરવામાં આવી કાર્યવાહી
Sonu Sood (File Photo)

Follow us on

Sonu Sood Case: કાનપુરના રિચ ગ્રુપ સાથે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદના કનેક્શનની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. મળતી માહિતી મુજબ, સોનુ સૂદે આ નકલી કંપનીમાં નાણાં રોક્યા હતા. ત્યારે હાલ રિચ ગ્રુપ સાથે સોનુ સૂદના કનેક્શનને (Rich Group Connection) લઈને આવકવેરા વિભાગ દ્વારા ચાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. સાથે સોનુ સૂદ સંબંધિત આર્થિક તપાસ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરોડા દરમિયાન, આવકવેરા વિભાગને બોગસ ઈનવોઈસના (Bogus Invoices) પુરાવા પણ મળી આવ્યા હતા.

રિચ ગ્રુપ સાથે સોનૂ સુદના કનેક્શનને લઈને IT હરકતમાં

જીએસટી વિભાગ પાસેથી માહિતી મળ્યા બાદ આવકવેરા વિભાગના અધિકારીઓએ રિચ ગ્રુપ ઓફ કંપનીઝ (Rich Group Of Companies)પર દરોડા પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે રિચ ગ્રુપ ઓફ કંપનીઝ ત્રણ ભાઈઓ દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં તત્વેશ અગ્રવાલ, આશેશ અગ્રવાલ અને શાશ્વત અગ્રવાલનો સમાવેશ થાય છે. આ દરોડા દરમિયાન આવકવેરા વિભાગની (Income tax Department) ટીમને જાણવા મળ્યું છે કે 15 વધુ કંપનીઓ પણ તેની સાથે સંકળાયેલી છે. જે સંપૂર્ણપણે નકલી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રિચ ગ્રુપ કંપનીમાં  આવકવેરા વિભાગના દરોડા

આ બધી કંપનીઓ એકબીજાને ફક્ત ઇન્વોઈસ જારી કરતી હતી. જ્યારે આમાંની કેટલીક કંપનીઓ જીએસટી (GST) પર ચાલી રહી છે, હાલ આવકવેરા વિભાગે રિચ ગ્રુપની ઓફિસમાંથી તમામ કોમ્પ્યુટરનો (Computer) કબજો મેળવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

સોનૂ સુદની વધી મુશ્કેલી

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 દિવસથી સોનુ સૂદના (Sonu Sood) ઘરે આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે. જેમાં મુંબઈ, લખનૌ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરુગ્રામમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનુ સૂદે ઘણી કંપનીઓની બનાવટી એન્ટ્રીઓ બતાવીને પ્રોપર્ટીની ખરીદી (Property) કરી છે. ઉપરાંત કંપનીએ નકલી એન્ટ્રી બતાવીને તમામ વ્યવહારો કર્યા છે. તેમજ અભિનેતાએ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરોડોનું વિદેશી દાન પણ એકત્ર કર્યું હતું. જેમાં ફોરેન કોન્ટ્રીબ્યુશન એક્સચેન્જ એક્ટના(FARC)નિયમોનું પણ ઉલ્લંઘન થયુ હતુ.

આવકવેરા વિભાગ મુજબ અભિનેતાએ 18.94 કરોડનું દાન એકત્ર કર્યુ હતું, જેમાં માત્ર 1.9 કરોડનો જ ઉપયોગ થયો છે. તેમજ 20 કરોડની કર ચોરીનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: સલમાન ખાન ‘Bigg Boss 15’ માટે લઈ રહ્યા છે અધધ……રકમ, જાણીને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો: New OTT Release : આ ઓટીટી પર રિલીઝ થશે રાજકુમાર રાવ-ક્રિતી સેનનની ફિલ્મ હમ દો-હમારે દો

Next Article