Sonu Sood Case: બિહારમાં બે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં 960 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ જમા થતા ભારે હંગામો થયો હતો. બિહારના કટિહાર જિલ્લાના આઝમનગરના પાસ્તિયા ગામના બે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં (Bank Account) 960 કરોડ અચાનક જમા થઈ જતા સમગ્ર વિસ્તારમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો.
ગુરુચરણ વિશ્વાસ અને અસિત કુમાર 15 સપ્ટેમ્બરના રોજ તેમના ઈન્ડસઈન્ડ બેંક ખાતાની તપાસ કરવા ગયા હતા, ત્યારે તેમને આ વિશે ખબર પડી. ઉપરાંત તે જ સમયે આવકવેરા વિભાગે મુંબઈમાં અભિનેતા સોનુ સૂદના ઘરે દરોડા પાડ્યા હોવાથી હાલ આ કનેક્શનની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.
જ્યારે આ વિદ્યાર્થીઓ ઈન્ડસઈન્ડ બેંકના જાહેર સેવા કેન્દ્રમાં ગયા અને તેમના બેંક એકાઉન્ટ વિશે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમના ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરવા માટે સ્પાઈસ મની કંપનીના (Spice Money Company) પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અભિનેતા સોનુ સૂદ આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) છે. આ કંપનીમાં સોનુ સૂદની મહત્વની ભૂમિકા છે. જેથી આ કનેક્શનની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
બંને વિદ્યાર્થીઓના ખાતામાં અચાનક મોટી રકમ જમા થતાં બેંક મેનેજર એમ કે મધુકરે (M K Madhukar) સાયબર ક્રાઈમની શંકા વ્યક્ત કરી છે. ઉપરાંત બેંકે આ સમગ્ર મામલે સ્પષ્ટતા પણ આપી છે. હવે ઈન્ડસઈન્ડ બેંક સાથે જોડાયેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે હાલમાં આ કેસ સોનુ સૂદ (Sonu Sood) સાથે સંબંધિત હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.
કાનપુરના રિચ ગ્રુપ સાથે સોનૂ સુદનું કનેક્શન સામે આવ્યુ છે. હાલ સોનુ સૂદ પર નકલી લોન લઈને નાણાં રોકવાનો મામલો સામે આવ્યો છે. સોનૂ સુદનું રિચ ગ્રુપ સાથે કનેક્શન (RichGroup Connection) સામે આવતા જ આવકવેરા વિભાગ હરકતમાં આવ્યુ હતુ અને કાનપુર સ્થિત રિચ ગ્રુપ ઓફ કંપનીઝમાં દરોડા પાડ્યા હતા. ઉપરાંત સોનૂ સુદ સંબંધિત આર્થિક તપાસ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરોડા દરમિયાન આવકવેરા વિભાગને બોગસ ઈન્વોઈસ જારી કરવા અને તેને વેચવાની કડીઓ પણ મળી છે.
આ પણ વાંચો: કર ચોરીના આરોપ વચ્ચે સોનૂ સુદનું પહેલુ ટ્વિટ, કહ્યુ “ચાર દિવસથી કેટલાક મહેમાનોને અટેન્ડ કરી રહ્યો હતો”
આ પણ વાંચો: દિલ્લી એરપોર્ટ પર CISF જવાનોએ ગેરવર્તનનો કર્યુ હોવાનો અભિનેત્રી આયશા શર્માનો આક્ષેપ
Published On - 5:21 pm, Mon, 20 September 21