Sonu Sood એ ગેરકાયદેસર હોટલ બનાવી : બોમ્બે હાઈકોર્ટ

|

Jan 24, 2021 | 9:37 AM

સોનુ સૂદ ગેરકાયદેસર બાંધકામોની સમસ્યામાં કઈ ઓછુ થવાનું નામ નથી લઈ રહ્યા. સોનુ સૂદને આ કેસમાં બોમ્બે હાઈકોર્ટથી રાહત મળી નથી.

Sonu Sood એ ગેરકાયદેસર હોટલ બનાવી : બોમ્બે હાઈકોર્ટ
Sonu Sood

Follow us on

સોનુ સૂદ ગેરકાયદેસર બાંધકામોની સમસ્યામાં કઈ ઓછુ થવાનું નામ નથી લઈ રહ્યા. સોનુ સૂદને આ કેસમાં બોમ્બે હાઈકોર્ટથી રાહત મળી નથી. માહિતી આવી છે કે બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશે આ કેસમાં શું કહ્યું હતું. એક અહેવાલ મુજબ, બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ પૃથ્વીરાજ કહે છે કે સોનુ સૂદે છેતરપિંડી અથવા ખોટા ઉદ્દેશથી માળખાકીય ફેરફારો કર્યા છે.

તેમણે કહ્યું, ‘જો અગાઉના ભંગ થોડા સમય માટે સાઈડમાં કરવામાં આવે તો સોનુને પણ સૂચનાઓ આપવામાં આવી હતી જેથી તે કલમ 44 હેઠળ અરજી કરી શકે અથવા જે માળખું ખોટું કરવામાં આવ્યું છે તેને દૂર કરી શકે, પરંતુ તેમણે તેને અવગણ્યું. મને નથી લાગતું કે બીએમસી દ્વારા આપવામાં આવેલા પહેલા ઓર્ડર અથવા નોટિસમાં કંઇક ખોટું લખ્યું હતું.’

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સોનુએ બોમ્બે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અહેવાલો અનુસાર સુપ્રીમ કોર્ટે આ કેસમાં સુનાવણીની તારીખ હજી નક્કી કરી નથી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના બાંધકામમાં સોનુ સૂદ દ્વારા ઉલ્લંઘન થયું હતું. વાણિજ્યિક ઉપયોગ માટે રહેણાંક વિસ્તારમાં બાંધકામનું કારણ દર્શાવતાં મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ મોકલી હતી. આ નોટિસને લગતી શરતોનું પાલન કરવા માટે, સોનુ સૂદના વકીલે અદાલતમાંથી 10 દિવસની મોહલત માંગી હતી. પરંતુ કોર્ટે અપીલ ફગાવી દીધી હતી.

Next Article