સોનુ સૂદે 1 લાખ નોકરીની ઘોષણા કરી, જાણો બેરોજગાર કેવી રીતે કરી શકશે અરજી

|

Mar 15, 2021 | 10:45 AM

સોનુ સૂદ તેના કાર્યોને લઈને વારંવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં સોનુંએ બેરોજગારોને નોકરીની તક આપવાની મોટી જાહેરાત કરી છે.

સોનુ સૂદે 1 લાખ નોકરીની ઘોષણા કરી, જાણો બેરોજગાર કેવી રીતે કરી શકશે અરજી
સોનુ 'સરકાર' આપશે બેરોજગારોને નોકરીની તક

Follow us on

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ તેની ઉદારતાને કારણે ઘણા સમયથી ચર્ચામાં છે. અભિનેતાએ કોરોનાની મહામારીના સમયમાં ગરીબ પરિવારોને મદદ કરવા આગળ આવ્યા હતા. ગરીબોના મસીહા હરીકે ઓળખાતા સોનુ સૂદે ત્યાર બાદ વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લાવવાનું, ખેડૂતને ટ્રેક્ટર આપવાનું, વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ માટે મોબાઈલ ઉપલબ્ધ કરાવવાનું, એવા તો ઘણા કામ કર્યા છે. હવે સોનુ સૂદ દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે તે હવે એક કે બે નહીં પરંતુ લગભગ 10 કરોડ લોકોને મદદ મળશે.

ખરેખર સોનુ સૂદે ટ્વિટર પર પોતાની મહત્વાકાંક્ષી યોજના શેર કરી છે, જેમાં તેણે કહ્યું છે કે તે દેશના 1 લાખ બેરોજગાર લોકોને કેવી રીતે નોકરી આપશે. સોનુ સૂદની આ ઘોષણા બાદ બધે જ તેની પ્રશંસા થઈ રહી છે. સોનુ સૂદે પોતાની ટ્વિટમાં લખ્યું- ‘નવું વર્ષ, નવી અપેક્ષાઓ. નવી નોકરીની તકો અને તે તકોને તમારી નજીક લાવતા, નવા અમે. પ્રવાસી રોજગાર હવે છે ગૂડવર્કર. ગુડવર્કર એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો અને કાલે સારા ભવિષ્યમાં વિશ્વાસ કરો.’

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

આ સાથે સોનુ સૂદે એપને ડાઉનલોડ કરવા માટે એક લિંક પણ શેર કરી છે. સોનુ સૂદના જણાવ્યા અનુસાર આ એપ દ્વારા તે 10 કરોડ લોકોનું જીવન બદલવાનો પ્રયાસ કરશે. નોકરીની શોધમાં બેરોજગાર યુવાનો વચ્ચે સોનુ સૂદનું આ ટ્વીટ જોયા પછી નવી ઉત્તેજના ઉભી ગઈ છે. ઘણા યુઝર્સે સોનુ સૂદના આ મોટા પગલા પર કોમેન્ટ કરી અને પ્રશંસા કરી છે.

આ સિવાય અભિનેતાએ ઝારખંડના એક શૂટરની મદદની પણ જાહેરાત કરી છે. સોનુ સૂદે આ શૂટરને એક જર્મન રાઇફલ આપવાનું વચન આપ્યું છે. હંમેશની જેમ તેણે સોશિયલ મીડિયા દ્વારા ધનસારમાં રહેતી એક મહિલા સ્પોર્ટસમેન કોનિકા લાયકની મદદની જાહેરાત કરી છે

Next Article