Sonu For You: Sonu Sood દેશની સૌથી મોટી બ્લડ બેંક તૈયાર કરી રહ્યા છે, જાણો કેવી રીતે કામ કરશે

|

Mar 04, 2021 | 2:18 PM

સોનુએ આ વિશે જણાવ્યું હતું કે તેમણે તેમના મિત્ર જોનસન સાથે મળીને આ એપનું પ્લાનિંગ કર્યું હતું. જ્યારે પણ કોઈને લોહીની જરૂર પડે ત્યારે અમે તેને સોશિયલ મીડિયા પર શેર કરતા હતા અને અમને ઘણા બધા જવાબો મળતા હતા.

Sonu For You: Sonu Sood દેશની સૌથી મોટી બ્લડ બેંક તૈયાર કરી રહ્યા છે, જાણો કેવી રીતે કામ કરશે
Sonu Sood

Follow us on

બોલીવુડ અભિનેતા સોનુ સૂદનું કોરોના વાયરસ રોગચાળા દરમિયાન સમાજ સેવાનું મિશન શરૂ કરવાનું જુદા જુદા સ્વરૂપોમાં ચાલુ છે. હવે સોનુએ દેશની સૌથી મોટી બ્લડ બેંક બનાવવાની યોજના તૈયાર કરી છે, જેનો ખુલાસો તેમણે એક વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર કર્યો હતો. આ યોજનાનો ઉદ્દેશ રક્તદાતાઓને લોહીની જરૂરિયાતવાળા લોકો સાથે જોડવાનો રહેશે.

સોનુએ જે વીડિયો શેર કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં દરરોજ 12 હજાર લોકો લોહી ન લેવાને કારણે મૃત્યુ પામે છે. તમારી વીસ મિનિટ કોઈની જિંદગી બચાવી શકે છે. કોઈની જિંદગી બચાવવા તમારે ડોક્ટર બનવાની જરૂર નથી. વીડિયોમાં રક્તદાન માટે અપીલ કરવામાં આવી છે. આ વીડિયો સાથે લખ્યું છે કે- ચાલો જીવન બચાવીએ. તમારી પોતાની બ્લડ બેંક ટૂંક સમયમાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

એક રિપોર્ટ અનુસાર, સોનુ આના માટે સોનુ ફોર યુ નામની એક એપ લોન્ચ કરશે, જે રક્તદાતાઓને જરૂરીયાતમંદો સાથે જોડશે. આ એપ દ્વારા, જે વ્યક્તિને લોહીની જરૂર હોય છે તે રક્તદાતાનો સંપર્ક કરશે અને વિનંતી મળ્યા પછી, દાતા હોસ્પિટલમાં જઈને તરત જ રક્તદાન કરી શકશે.

મિત્ર સાથે યોજના બનાવી

સોનુએ આ વિશે જણાવ્યું હતું કે તેમણે આ એપનું પ્લાનિંગ તેમના મિત્ર જોનસન સાથે મળીને કર્યું હતું. જ્યારે પણ કોઈને લોહીની જરૂર પડે ત્યારે અમે તેમને સોશિયલ મીડિયા પર શેર કરતા હતા અને અમને ઘણા બધા જવાબો મળતા હતા. તેથી અમે વિચાર્યું કે ઐપ બનાવામાં આવે જે સમાધાન આપી શકે. બ્લડ બેંકમાં જવામાં અને જરૂરિયાત મુજબ લોહી શોધવામાં સમય લાગે છે. ખાસ કરીને, દુર્લભ બ્લડના કિસ્સામાં, વધુ સમય પસાર કરવામાં આવે છે. આ એપ્લિકેશન દ્વારા, અમે સંદેશ આપી શકશુ કે આપણી 20 મિનિટ કોઈની જીંદગી બચાવી શકે છે.

લોકડાઉન દરમિયાન, સોનુએ પ્રવાસી મજૂરોને તેમના ઘરે પરિવહન કરવાનું કામ હાથમાં લીધું હતું અને ત્યારથી તેમનું સામાજિક કાર્ય ચાલુ છે. પછાત લોકો માટે ઈ-રિક્ષાનું વિતરણ પણ તેમણે શરૂ કર્યું હતું. સાથે જે બાળકો માટે ઓનલાઇન શિક્ષણ શરુ કર્યું જે તકનીકથી દૂર છે. ફિલ્મોની વાત કરીએ તો સોનુ પૃથ્વીરાજમાં અક્ષય કુમારની સામે જોવા મળશે.

Next Article