Sonakshi Sinha એ શેર કરી સન કીસ્ડ સેલ્ફી, ચાહકોએ કરી પ્રશંસા

|

Mar 18, 2021 | 10:41 AM

અભિનેત્રી સોનાક્ષી સિંહા પોતાના લૂક અને ફેશન સેન્સને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે અને ઘણીવાર ફોટા અને વીડિયો ચાહકોમાં શેર કરતી રહે છે.

Sonakshi Sinha એ શેર કરી સન કીસ્ડ સેલ્ફી, ચાહકોએ કરી પ્રશંસા
Sonakshi Sinha

Follow us on

અભિનેત્રી સોનાક્ષી સિંહા પોતાના લૂક અને ફેશન સેન્સને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે અને ઘણીવાર ફોટા અને વીડિયો ચાહકોમાં શેર કરતી રહે છે. હવે તેમનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે.

અભિનેત્રી સોનાક્ષી સિંહાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી શેર કરી છે, જેમાં તે ગ્રે ટોપ સાથે બ્લેક શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર આ સેલ્ફી શેર કરતાં તેમણે કેપ્શન લખ્યું, ‘સ્પાર્કલ લાઈક ધ સનશાઇન.’ તેમના ચાહકોને આ તસવીર ખૂબ પસંદ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ આ ફોટો લાઈક કર્યો છે. સાથે ચાહકો કોમેન્ટ કરીને તેમના લુકના વખાણ કરી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તાજેતરમાં, તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (7 માર્ચ) ની પૂર્વસંધ્યા પર ઇન્સ્ટાગ્રામ પર તેની આગામી વેબ સિરીઝનો પહેલો લુક શેર કર્યો. એમેઝોન પ્રાઇમ વીડિયોની આ વેબ સિરીઝમાં સોનાક્ષી એક કોપની ભૂમિકા નિભાવી રહી છે.

 

તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા આ વેબ સિરીઝથી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરી રહી છે. વેબ સિરીઝમાં વિજય વર્મા, ગુલશન દેવૈયા અને સોહમ શાહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ વેબ સિરીઝનું નિર્દેશન રીમા કાગતી અને રૂચિકા ઓબેરોય કરી રહ્યા છે.

Published On - 10:37 am, Thu, 18 March 21

Next Article